ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973criminal procedure code 1973કુલ પ્રકરણ 37 કુલ કલમો 484અમલ 1 એપ્રિલ, 1974
પ્રકરણ 29
અપીલો
(કલમ 372 થી 394)
CrPC
ARTICLE 372.
કાયદાથી અપીલ માટેની જોગવાઈ થયેલ હોય તે સિવાય
ફોજદારી કોર્ટના કોઈ પણ ફેંસલા કે હુકમ સામે અપીલ થઈ શકશે નહીં.
CrPC
ARTICLE 373.
શાંતિ જાળવવા કે સારા વર્તન માટેના જામીન
આપવાનું ક્રમાવતા અને જામીન સ્વીકારવાની ના પાડતા કે જમીન રદ કરતાં હુકમ ઉપર અપીલ
કરી શકશે.
CrPC
ARTICLE 374.
હાઈકોર્ટ પોતાની અસાધારણ અવ્વલ ફોજદારી હકૂમત
વાપરીને કરેલી ન્યાયિક કાર્યવાહીમાં દોષિત ઠરેલ કોઈ પણ વ્યક્તિ સુપ્રીમ કોર્ટને
અપીલ કરી શકશે.
CrPC
ARTICLE 375.
આરોપી
ગુનો હાઈકોર્ટ સમક્ષ કબૂલ કરે ત્યારે કે સજાનાપ્રમાણનીકાયદેસરનાઅંગેનાકેસોમાં અપીલ
થઈ શકશે નહીં.
CrPC
ARTICLE 376.
નજીવાકેસોમાં જેમ કે હાઈકોર્ટે માત્ર 6 મહિનાથી વધુ ન હોય તેટલી કેદની અથવા ₹ 1,000 સુધીના દંડની , સેશન્સ કોર્ટ કે મેટ્રોપોલિટન કોર્ટે 3 મહિના સુધીની કેદ
અથવા ₹ 200 સુધીનો દંડ, પ્રથમ વર્ગના
મેજિસ્ટ્રેટે માત્ર ₹ 100 સુધીના દંડની કે કેસની સંક્ષિપ્ત ન્યાયિક કાર્યવાહીમાં
માત્ર ₹ 200 થી વધુ ન હોય તેટલા દંડની સજા કરી હોય ત્યારે તેની સામે
અપીલ કરી શકાશે નહીં.
CrPC
ARTICLE 377.
હાઈકોર્ટ સિવાયની કોઈ પણ કોર્ટે કરેલી ન્યાયિક
કાર્યવાહીમાં કોઈને દોષિત ઠરાવેલ હોય ત્યારે સજા અપૂરતી હોવાના કારણે સજાના હુકમ
સામે હાઈકોર્ટમાં અપીલ રજૂ કરવા માટે રાજ્ય સરકાર પબ્લિક પ્રોસિક્યુટરને આપી શકશે.
CrPC
ARTICLE 378.
હાઈકોર્ટ સિવાયની કોઈ કોર્ટે મૂળ કેસમાં કે
અપીલમાંફરમાવેલા નિર્દોષ ઠરાવીને છોડી મૂકવાના હુકમ અથવા સેશન્સ કોર્ટે ફેરતપાસમાં
કરેલા નિર્દોષ ઠરાવીને છોડી મૂકવાના હુકમ ઉપર હાઈકોર્ટને અપીલ કરવા રાજ્ય સરકાર
પબ્લિક પ્રોસિક્યુટર ને આદેશ આપી શકશે.
CrPC
ARTICLE 379.
હાઈકોર્ટ અપીલમાંઆરોપીને નિર્દોષ ઠરાવીને છોડી
મૂકવાના હુકમને ફેરવીને તેને દોષિત ઠરાવીને મોતની કે જનમટીપની કે દસ અથવા તેથી વધુ
વર્ષની કેદની સજા કરી હોય ત્યારે તે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકશે.
CrPC
ARTICLE 380.
એકથી વધુ વ્યક્તિઓને દોષિત ઠરાવેલ હોય અને તેઓ
પૈકી કોઈ વ્યક્તિ અંગે અપીલ પાત્ર ફેંસલો આપવામાં આવ્યો હોય તે ન્યાયિક
કાર્યવાહીમાં દોષિત ઠરેલ તમામ કે કોઈ વ્યક્તિને અપીલનો હક રહેશે.
CrPC
ARTICLE 381.
સેશન્સ કોર્ટને કે સેશન્સ જજને કરેલી અપીલ
સેશન્સ જજે કે વધારાના સેશન્સ જજેસાંભળવી જોઈએ. બીજા વર્ગના
મેજિસ્ટ્રેટે કરેલી ન્યાયિક કાર્યવાહીમાં દોષિત ઠરાવતાફેંસલા સામેની અપીલ મદદનીશ
સેશન્સ જજ કે ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ સાંભળીને કરશે.
CrPC
ARTICLE 382.
અપીલ કરનારે કે તેના વકીલે દરેક અપીલ તેના
લેખિત અરજીના રૂપમાં કરવી જોઈએ અને જેની સામે અપીલ કરી હોય તે ફેંસલા. હુકમની નકલ એવી અરજી સાથે હોવી જોઈએ.
CrPC
ARTICLE 383.
અપીલ કરનાર જેલમાં હોય તો
જેલનાઈનચાર્જઅધિકારીને તે પોતાની અપીલ અરજી અને તેની નકલો આપી શકશે. તે અધિકારીએ એવી અરજી કોર્ટને મોકલી આપવી જોઈએ.
CrPC
ARTICLE 384.
કલમ-382 કે 383 હેઠળ મળેલ અપીલ અરજી અને સલાની નકલ તપાસી જોતા અપીલ કોર્ટને
એમ લાગે કે દરમિયાનગરી કરવા માટે પૂરતું કારણ નથી તો તે વિશેષ કાર્યવાહી કર્યા
વિના અપીલ કાઢી નાંખી શકશે.
CrPC
ARTICLE 385.
અપીલ કોર્ટ વિશેષ કાર્યવાહી વિના અપીલ કાઢી ન
નાંખે તો તેણે તે અપીલની સુનાવણી માટેના સમય અને સ્થળની નોટિસ અપીલ કરનાર કે તેના
વકીલને, ફરિયાદીને આપવી જોઈએ તેમજ ફરિયાદી અને આરોપીની
અપીલ માટેનાં કારણોની નકલ પણ આપવી જોઈએ,
CrPC
ARTICLE386.
દરમિયાનગીરી કરવા માટે પૂરતું કારણ નથી તો
કોર્ટ અપીલ કાઢી નાંખી શકશે કે હુકમને યથાવત્ રાખી શકશે.
CrPC
ARTICLE387.
અવ્વલ હકૂમતની ફોજદારી હકૂમતનાફેંક્સલા વિશે
પ્રકરણ-27માં જણાવેલાનિયમો શક્ય હોય ત્યાં સુધી સેશન્સ
કોર્ટ કે ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટના અપીલ હેઠળના ફેંસલાને લાગુ પડશે.
CrPC
ARTICLE388.
અપીલમાં થયેલો હાઈકોર્ટનો હુકમ પ્રમાણિત કરીને
નીચલી કોર્ટને મોકલવો જોઈએ.
CrPC
ARTICLE389.
અપીલનો નિર્ણય થતાં સુધી સજા મોકૂફ રાખવા બાબત
અપીલ કરનારને જામીન ઉપર જાત મુચરકા ઉપર છોડવાનો અપીલ કોર્ટ હુકમ કરી શકશે.
CrPC
ARTICLE390.
નિર્દોષ ઠરાવીને છોડી મૂકવાના હુકમ સામેની
અપીલમાંઆરોપીની ધરપકડ કરી શકાશે.
CrPC
ARTICLE391.
અપીલ કોર્ટે વધારે પુરાવો લઈ શકશે કે લેવાનો
આદેશ આપી શકશે.
CrPC
ARTICLE392.
અપીલ
કોર્ટના બે જુદા-જુદા અભિપ્રાય ધરાવતાં જજની સંખ્યા સરખી હોય
ત્યારે તે કોર્ટના અન્ય જજ સમક્ષ મૂકવી જોઈએ અને તે જે પોતાને યોગ્ય લાગે તે
સુનાવણી કર્યા પછી પોતાનો અભિપ્રાય આપવો જોઈએ અને ફેંસલો કે હુકમ તે અભિપ્રાય
અનુસાર હોવો જોઈએ.
CrPC
ARTICLE393.
અપીલમાં અપીલ કોર્ટે આપેલ ફેસલો અને હુકમો આખરી
ગણાશે.
CrPC
ARTICLE394.
ક્લમ-377 કે 378 હેઠળની દરેક અપીલ આરોપીનું મૃત્યુ થયે કાયમ માટે બંધ પડશે, પરંતુ દોષિત ઠરાવીને મોતની કે કેદની સજાના હુકમ અપીલ
કરનારનું મૃત્યુ થશે તેનો નજીકનો સગો અપીલ ચાલુ રાખી શકશે.
0 ટિપ્પણીઓ
Please do not share links in comment