ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973criminal procedure code 1973કુલ પ્રકરણ 37 કુલ કલમો 484અમલ 1 એપ્રિલ, 1974
પ્રકરણ 30
નિર્ણયાર્થે લખાણ અને ફેરતપાસ
(કલમ 395 થી 405)
CrPC
ARTICLE 395.
કોઈ કોર્ટને એવી ખાતરી થાય કે પોતાની સમક્ષ
ચાલતા કોઈ કેસમાં કોઈ અધિનિયમ વટહુકમ કે રેગ્યુલેશનની અથવા તેમાંના કોઈની કોઈ
જોગવાઈનીકાયદેસરતાનો પ્રશ્ન છે અને તેનો નિકાલ જરૂરી છે તો પોતે જેના તાબામાં છે
તે હાઈકોટી કે સુપ્રીમ કોર્ટે તેને એ રીતે ઠરાવેલ નથી ત્યારે તે કોર્ટ તે પોતાનો
અભિપ્રાય અને તે માટેનાં કારણો દર્શાવીને કેસ તૈયાર કરવો જોઈએ અને હાઈકોર્ટનો
નિર્ણય મેળવવા માટે તેને મોકલવો જોઈએ.
CrPC
ARTICLE 396.
કોઈ પ્રશ્ન એ પ્રમાણે નિર્ણયાર્થે મોકલવામાં
આવે ત્યારે હાઇકોર્ટ તેના વિશે પોતાને યોગ્ય લાગે તેવો હુકમ કરવો જોઈએ અને કેસનો
નિકાલ કરવો જોઈએ.
CrPC
ARTICLE 397.
ફેર તપાસની સત્તા વાપરવા માટે કોર્ટને રેકર્ડ
મંગાવવાની સત્તા રહેશે.
CrPC
ARTICLE 398.
કલમ-397 હેઠળ રેકર્ડ
તપાસ્યા પછી કે બીજી રીતે હાઈકોર્ટ અથવા સેશન્સ જજ તપાસ કરવાના હુકમ કરવાની સત્તા
રહેશે.
CrPC
ARTICLE 399.
જેનું રેકર્ડ પોતે મંગાવ્યું હોય તે
કાર્યવાહીની બાબતમાં સેશન્સ જજનીફેરતપાસની સત્તા રહેશે .
CrPC
ARTICLE400.
વધારાના સેશન્સ જજને સેશન્સ જજેસોંપેલાફેસ અંગે
સેશન્સ જજની તમામ સત્તાઓ રહેશે.
CrPC
ARTICLE 401.
કોઈકાર્યવાહીનોરેકર્ડ હાઈકોર્ટ પોતે મંગાવ્યો
હોય ત્યારે હાઇકોર્ટની ફેરતપાસની સત્તા રહેશે.
CrPC
ARTICLE402.
ફેરતપાસ માટેના કેસો પાછા ખેંચી લેવાની અથવા
નિર્ણયા મોકલી આપવાની હાઈકોર્ટની સત્તા રહેશે.
CrPC
ARTICLE403.
કોઈ
કોર્ટ પોતાની ફેરતપાસની સત્તા વાપરતી હોય ત્યારે પક્ષકારોને સાંભળવા કે નહિ તે
કોર્ટની મનસૂફી ઉપર રહેશે.
CrPC
ARTICLE404 .
પોતાના
નિર્ણયનાકારણોનુંમેટ્રોપોલિટનમેજિસ્ટ્રેટે કરેલું નિવેદન હાઈકોર્ટેવિચારણામાં
લેવું જોઈએ.
CrPC
ARTICLE405.
હોઈકોર્ટનો હુકમ પ્રમાણિત કરીને નીચલી કોર્ટને
મોકલવું જોઈએ અને એ રીતે પ્રમાણિત થયેલ નિર્ણયને અનુરૂપ હુકમ કરવો જોઈએ.
0 ટિપ્પણીઓ
Please do not share links in comment