ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973criminal procedure code 1973કુલ પ્રકરણ 37 કુલ કલમો 484અમલ 1 એપ્રિલ, 1974
પ્રકરણ 32
સજાઓના અમલ, મોકૂફી, માફી અને ઘટાડો
(કલમ 413 થી 435)
પ્રકરણ ૩2 (ક)
મોતનીસજા
(કલમ 413 થી 416)
CrPC
ARTICLE 413.
હાઈકોર્ટને સાદર કરવામાં આવેલ મોતની સજાના હુકમ
ઉપર હાઈકોર્ટનોબહાલીનો કે બીજો હુકમ પોતાને મળે ત્યારે સેશન્સ કોર્ટે વોરંટ કાઢીને
અથવા જરૂરી હોય તેવો પગલાં લઈને તે હુકમનો અમલ કરવો જોઈએ.
CrPC
ARTICLE414.
હાઈકોર્ટ અપીલ કે તપાસમાં મોતની સજા કરે ત્યારે
સેશન્સ કોર્ટે વોરંટ કાઢીને સજાના હુકમનો અમલ કરવો જોઈએ,
CrPC
ARTICLE415.
સુપ્રીમ કોર્ટને અપીલ થયેલ હોય તે કેસમાં મોતની
સજાના હુકમનો અમલ મોકૂફ રાખવાનો હુકમ કરવો જોઈએ.
CrPC
ARTICLE416.
ગર્ભવતી સ્ત્રીને થયેલ મોતની સજા મુલતવી રાખવા
માટે હુકમ કરવો જોઈએ.
પ્રકરણ ૩2 (ખ)
કેદ
(કલમ 417 થી 420)
CrPC
ARTICLE 417.
કેદની જગ્યા નક્કી કરવાની સત્તા રાજ્ય સરકારની
રહેશે,
CrPC
ARTICLE418.
જનમટીપ
કે કેદની સજા કરવામાં આવે ત્યારે સજા ફરમાવનારી કોર્ટે જે જેલમાં કે બીજે સ્થળે
આરોપી હોયકે તેને રાખવાનો હોય તે જેલને કે સ્થળે તરત વોરંટ મોકલવું જોઈએ અને તે
જેલમાં કે સ્થળે મોકલવો જોઈએ.
CrPC
ARTICLE 419.
જે જેલમાં કે બીજી જગામાં કેદી હોય અથવા જેમાં
તેને રાખવાનો હોય તે જગ્યાનાઈનચાર્જઅધિકારીને કેદની સજા માટેનો અમલ કરવા માટેની
દરેક વોરંટ બજાવવા માટે મોકલવું જોઈએ.
CrPC
ARTICLE420.
કેદીને જેલમાં અટકાયતમાં રાખવાનો હોય ત્યારે
વોરંટ જેલર પાસે રહેવું જોઈએ.
પ્રકરણ ૩2 (ગ)
દંડ વસૂલ કરવા બાબત
(કલમ 421 થી 424)
CrPC
ARTICLE421.
ગુનેગારને દંડની સજા કરવામાં આવી હોય ત્યારે સજા
કરનાર કોર્ટ ગુનેગારની કોઈ પણ જંગમ મિલકત જપ્તીમાં લઈ તેનું વેચાણ કરીને દંડ વસૂલ
કરવાનું વોરંટ કાઢી શકશે. તે જંગમ કે સ્થાવર મિલકતમાંથી જમીન મહેસૂલની
બાકી તરીકે રકમ વસૂલ કરવા જિલ્લા કલેક્ટરને અધિકાર આપતું વોરંટ કાઢી શકશે.
CrPC
ARTICLE 422.
કલમ-421 હેઠળ કાટેલું વોરંટ તે કોર્ટની સ્થાનિક હકૂમતમાં બનાવી શકશે
કે એવી મિલકત જેની સ્થાનિક હકૂમતમાં મળી આવે તે જિલ્લા મેજિસ્ટ્રેટતેના પર શેરો
કરે ત્યારે તે મિલકતની જપ્તી અને વેચાણ તે વોરંટથી અધિકૃત ગણાશે.
CrPC
ARTICLE 423.
જેને આ
અધિનિયમ લાગુ પડતો ન હોય તેવા કોઈ પ્રદેશમાંનો કોઈ કોર્ટે કાટેલ દંડ વસૂલ કરવા
માટેનું વોરંટ કલમ-421 હેઠળ કાટેલું વોરંટ ગણાશે અને તેની જોગવાઈઓ
લાગુ પડશે.
CrPC
ARTICLE 424.
ગુનેગારને માત્ર દંડની અને દંડ ન ભરે તો કેદની
સજા કરવામાં આવેલ હોય અને દંડ તરત ભરી દેવામાં ન આવે તો બે કે ત્રણ હપતે ભરી દેવો
જોઈએ અને 30 દિવસથી વધુ નહીં એવા ગાળામાં ભરી દેવો જોઈએ
અન્યથા કોર્ટ કેદની સજાનો તરત અમલ કરવાના આદેશ આપી શકશે.
પ્રકરણ 32 (ઘ)
અમલ બજવણીનાહુકમસંબંધી સામાન્ય જોગવાઈઓ
(કલમ 425 થી 431)
CrPC
ARTICLE 425.
સજાનો
અમલ કરવા માટેનું દરેક વોરંટ સજા ફરમાવનાર જજ કે મેજિસ્ટ્રેટ કે તેના અનુગામી કાઢી
શકશે.
CrPC
ARTICLE 426.
નાસી છૂટેલ દોષિત ગુનેગારને થયેલ સજાનો અમલ તે
નાસી જતી વખતે ભોગવીરહેલ સજા કરતાં વધારે આકરા પ્રકારની હોય તો તરત અમલમાં આવશે
અન્યથા તે સજાની મુદ્દત પૂરી થયા પછી નવી સજા થશે.
CrPC
ARTICLE 427.
કેદની સજા ભોગવીરહેલ કોઈ વ્યક્તિને ત્યારપછીની
ગુના સાબિતી માટે અગાઉની સજાની સાથોસાથ ભોગવી શકે એવો કોઈ આદેશ આપે તે સિવાય અગાઉ
થયેલી સજા પૂરી થાય પછી નવી સજા શરૂ થશે.
CrPC
ARTICLE 428.
આરોપી
અટકાયત હેઠળ હોય તે મુદ્દત કેદની સજામાં મજરે લેવામાં આવશે.
CrPC
ARTICLE 429.
કોઈ વ્યક્તિને અગાઉ કે પછી સાબિત થયેલા ગુના
માટે તે જે સજાને પાત્ર હોય તેના કોઈ ભાગ પૂરતી મુક્તિ મળે છે એમ સમજવું નહીં.
CrPC
ARTICLE 430.
સજાનો પૂરેપૂરો અમલ થઈ જાય તે પછી અમલ કરનાર
અધિકારી પ્રમાણિત સહી-શેરા સાથે તે જે કોર્ટમાંથી વોરંટ કાઢવામાં
આવ્યું હોય તેને પાછું મોકલવું જોઈએ .
CrPC
ARTICLE 431.
દંડ
સિવાય જે રકમ આપવાનો હુકમ કરવામાં આવેલ હોય તે દંડ તરીકે વસૂલ થવા પાત્ર રહેશે.
પ્રકરણ 32 (ચ)
સજા મોકૂફ રાખવા, માફ કરવા અને
ઘટાડવા બાબત
(કલમ 432 થી 435)
CrPC
ARTICLE 432.
સજા મોકૂફ રાખવાની કે માફ કરવાની સત્તા સમુચિત
સરકારને રહેશે.
નોધઃ સમુચિત સરકાર એટલે સંઘની કારોબારી સત્તા
હેઠળ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર
CrPC
ARTICLE 433.
કોઈ ગુના માટે મોતની સજા કે આજીવન કેદની સજા
કરવામાં આવેલ હોય તેને ઓછામાં ઓછી 14 વર્ષની કેદ
ભોગવ્યા સિવાય તેને જેલમાંથી છોડી મૂકવામાં આવશે નહીં.
CrPC
ARTICLE434.
મોતની
સજાની બાબતમાં કેન્દ્ર સરકારની સમવર્તી સત્તા રહેશે.
CrPC
ARTICLE435.
કેટલાક
કેસોમાં કેન્દ્ર સરકાર સાથે વિચાર વિનિમય કર્યા પછી રાજ્ય સરકારે કાર્ય કરવું જોઈએ.
0 ટિપ્પણીઓ
Please do not share links in comment