header

CrPC, પ્રકરણ 33 જામીન અને મુચરકાસંબંધીજોગવાઈઓ (કલમ 436 થી 450),Chapter 33 Land and Lease Provisions (Sections 436 to 450)

 
ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973
criminal procedure code 1973
કુલ પ્રકરણ 37
કુલ કલમો 484
અમલ  1 એપ્રિલ, 1974

 


પ્રકરણ 33
 જામીન અને મુચરકાસંબંધીજોગવાઈઓ
 (કલમ 436 થી 450)

 

CrPC ARTICLE  436.

 જેના ઉપર બિનજામીનીગુનાનો આરોપ ન હોય તે વ્યક્તિને જામીન ઉપર છોડવામાં આવશે નહીં.

CrPC ARTICLE  436-A.

કાચા કામના કેદીને મહત્તમ સમય માટે અટકાયતમાં રાખી શકાય.

CrPC ARTICLE 437.

બિનજામીનીગુનામાં જેણે એવો ગુનો કર્યાનો શક હોય તેવી વ્યક્તિને જામીન પર છોડી શકાશે સિવાય કે તે મોતની કે જનમટીપની સજાને પાત્ર અથવા પોલીસ અધિકારનો ગુનો હોય.

CrPC ARTICLE437-A .

જામીનથી આરોપીને પછીની અપીલીય અદાલત સમક્ષ હાજર થવા માટે.

CrPC ARTICLE 438.

 જેને પકડવાની ધાસ્તી હોય તે વ્યક્તિને કોર્ટ આગોતરા જામીન ઉપર છોડવાનો આદેશ આપી શકશે.

CrPC ARTICLE439.

જામીનસંબંધી હાઈકોર્ટ કે સેશન્સ કોર્ટની ખાસ સત્તા રહેશે.

CrPC ARTICLE440 .

મુચરકાની રકમ અને જામીનમાં ઘટાડો કરવાનો હાઈકોર્ટ કે સેશન્સ કોર્ટે આદેશ કરી શકશે.

CrPC ARTICLE 441.

કોઈ વ્યક્તિને જામીન ઉપર કે જાત મુચરકા ઉપર છોડવામાં આવે તે પહેલા તેણે પૂરતી ગણે તેવી રકમનો મુચરકો કરી આપવો જોઈએ અને જામીન કરી આપવા જોઈએ.

CrPC ARTICLE441-A.

જામીનદારો દ્વારા જામીનની વિગત આપવા અંગે.

CrPC ARTICLE442.

મુચરકો કરી આપવામાં આવે કે તરત તે વ્યક્તિને છોડી મૂકવામાં આવશે.

CrPC ARTICLE 443.

પ્રથમ લીધેલી જામીનગીરી અપૂરતી હોય ત્યારે પૂરતી જામીનગીરી આપવાનો હુકમ કરવાની સત્તા કોર્ટને રહેશે.

CrPC ARTICLE 444.

કોઈ વ્યક્તિના જામીનો કે તેમાંનો કોઈ જમીન તે મુચરકો સદંતર અથવા અરજદારનેસબંધ કરતાં હોય એટલા પૂરતો રદ કરવા મેજિસ્ટ્રેટને કોઈ પણ સમયે અરજી કરી શકશે અને તે જામીનમાંથીછૂટો થશે.

CrPC ARTICLE 445.

કોઈ કોર્ટ કે અધિકારી મુચરકાને બદલે રકમ અનામત મૂકવાની તેને પરવાનગી આપી શકશે.

CrPC ARTICLE 446.

કોર્ટ સમક્ષ હાજર રહેવા માટેના મુચરકા માટે કોર્ટને ખાતરી થાય એવી રીતે સાબિત કરવામાં આવે કે મુચરકોજપ્તા કરવામાં આવેલ છે ત્યારે કોર્ટે એવી સાબિતીનાં કારણો નોંધવાં જોઈએ,

CrPC ARTICLE446-A.

મુચરકા (બોન્ડ) અને જામીન ખત રદ કરવા અંગે,

CrPC ARTICLE 447.

 જામીન નાદાર થાય કે મરણ પામે અથવા મુચરકો જપ્ત થાય ત્યારે કોઈ નવી જામીનગીરી આપવાનો હુકમ કરી શકશે. અથવા મૂળ હુકમનું પાલન કરવાનો કસૂર થયેલી હોવાનું ગણી કાર્યવાહી કરી શકશે.

CrPC ARTICLE 448.

સગીરનામુચરકાને બદલે કોઈ જામીન કે જામીનોએ જ કરી આપેલો મુચરકો સ્વીકારી શકાશે.

CrPC ARTICLE449.

કલમ-446 હેઠળના હુકમો સામે મેજિસ્ટ્રેટે કરેલા હુકમનો બાબતમાં સેશન્સ જજને અને સેશન્સ કોર્ટે કરેલા હુકમની બાબતમાં જેને અપીલ થઈ શકતી હોય તે કોર્ટને અપીલ કરવાની રહેશે.

CrPC ARTICLE 450.

અમુક મુચરકા ઉપરથી લેણી થયેલી રકમ વસૂલ કરવાનો આદેશ આપવાની હાઈકોર્ટની સત્તા રહેશે.

 

download pdf click here




ReadCrPC chapter 32











ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ