header

CrPC, પ્રકરણ 35 અનિયમસર કાર્યવાહી (કલમ 460 થી 466),Chapter 35 Irregular proceedings (Sections 460 to 466)

 
ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973
criminal procedure code 1973
કુલ પ્રકરણ 37
કુલ કલમો 484
અમલ  1 એપ્રિલ, 1974

 


પ્રકરણ 35
અનિયમસર કાર્યવાહી
(કલમ 460 થી 466)

 

CrPC ARTICLE 460.

 કોઈ મેજિસ્ટ્રેટને કાયદાથી સત્તા અપાયેલ ન હોય અને તે ભૂલથી શુદ્ધ-બુદ્ધિપૂર્વક તેમ કરે તો તેને તેવી રીતે સત્તા ની અપાયેલ હોવાના કારણે જ તેની કાર્યવાહી રદ કરી શકાશે નહીં.

CrPC ARTICLE461.

કોઈ મેજિસ્ટ્રેટ પોતાને સત્તા ન મળેલી હોય અને તેની કાર્યવાહીને દૂષિત કરનારી અનિયમસરતાઓ તે કાર્યવાહી ફોક ગણાશે.

CrPC ARTICLE 462.

તપાસ કે ન્યાયિક કાર્યવાહી કોઈ ખોટા સેશન્સ વિભાગમાં, જિલ્લામાં, પેટાવિભાગમાં કે બીજા સ્થાનિક વિસ્તારમાં થઈ હોવાને કારણે જ રદ કરી શકાશે નહીં.

CrPC ARTICLE 463.

કલમ-164 કે 281 ની જોગવાઈઓનું પાલન ન થાય, પરંતુ આરોપીને ગુણદોષ ઉપર પોતાનો બચાવ કરવામાં નુકસાન થયેલ નથી અને લખી લેવાયેલ કથન તેણે યોગ્ય કથન તેણે યોગ્ય રીતે જ કરેલ છે તેવું કથન ગ્રાહ્ય રાખી શકાશે.

CrPC ARTICLE 464.

તહોમતનામું તૈયાર ન કરવા અથવા તેમાં કોઈ તહોમત ન હોવા અથવા તેમાં ભૂલ હોવાથી કોર્ટના અભિપ્રાય મુજબ ખરેખર ન્યાયનો હેતુ સર્યો ન હોવાનું ન જણાય તો તેટલા જ કારણે તે અમાન્ય ગણાશે નહીં.

CrPC ARTICLE 465.

ભૂલચૂક કે અનિયમસરતાને કારણે નિર્ણય કે સજાનો હુકમ બહાર રાખનાર કોર્ટ કે ફેરતપાસ કરનાર કોર્ટના અભિપ્રાય મુજબ ખરેખર ન્યાયનો હેતુ સર્યો ન હોય તે સિવાય તેમાં ફેરફાર કરી શકાશે નહીં.

CrPC ARTICLE 466.

ખામી કે ભૂલથી જપ્તી ગેરકાયદેસર થઈ ગણાશે નહીં.


download pdf click here



Read CrPC chapter 34







ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ