ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973criminal procedure code 1973કુલ પ્રકરણ 37 કુલ કલમો 484અમલ 1 એપ્રિલ, 1974
પ્રકરણ 36
અમુક ગુનાઓની ન્યાયિક કાર્યવાહી શરૂ કરવામાં
બાધની મુદત
(કલમ 467 થી 473)
CrPC
ARTICLE 467.
બાધ માટેની મુદ્દત - એટલે ગુનાની
ન્યાયિક કાર્યવાહી શરૂ કરવા માટે કલમ-468 માં નિર્દિષ્ટ
કરેલી મુદ્દત,
CrPC
ARTICLE 468.
બાધ માટેની મુદ્દત ,જો ગુનો માત્ર
દંડની શિક્ષાને પાત્ર હોય તો 6 મહિના, ગુનો એક વર્ષ સુધીની કેદની શિક્ષાને પાત્ર હોય તો એક વર્ષ, ગુનો એક વર્ષ કરતા વધુ શિક્ષાનો હોય તો ત્રણ વર્ષ સુધી
બાધની મુદ્દત રહેશે અને બાધ માટેની મુદ્દત વીતી ગયા પછી ન્યાયિક કાર્યવાહી શરૂ
કરવાને બાધ રહેશે.
CrPC
ARTICLE 469.
બાધ માટેની મુદ્દતનો આરંભ ગુનાની તારીખે અથવા
ભોગ બનેલ કે પોલીસ અધિકારીના જાણવામાં આવેલ હોય તે દિવસથી કે કોણ ગુનેગાર છે તે જે
દિવસે જાણ થઈ હોય તે પ્રથમ દિવસથી થયો ગણાશે.
CrPC
ARTICLE 470.
ગુનેગાર ભારતમાંથી બહાર ચાલ્યો જાય કે નાસી
જઈને પોતાને છુપાવી રાખીને ધરપકડ ટાળેલ હોય વગેરે જેવા કિસ્સાઓમાં સમય બાધ કરવામાં
આવશે,
CrPC
ARTICLE471.
જે તારીખે બાધ માટેની મુદ્દત પૂરી થતી હોય તે
તારીખે કોર્ટ બંધ હોય ત્યારે જે તારીખે કોર્ટ ફરીથી ઉઘડે તે તારીખે તે ન્યાયિક
કાર્યવાહી શરૂ કરી શકશે,
CrPC
ARTICLE472.
ચાલુ રહેતા ગુનાની બાબતમાં જ્યાં સુધી ગુનો
ચાલુ હોય ત્યાં સુધી દરેક ક્ષણે બાધ માટેની નવી મુદ્દતનો આરંભ થશે.
CrPC
ARTICLE 473.
કેટલાક કિસ્સાઓમાં બાધ માટેની મુદ્દત લંબાવી
શકાશે.
0 ટિપ્પણીઓ
Please do not share links in comment