(૬૦) હાથ પડયુ હથિયાર
એકવાર દરબારમાં રાજનું
કામ પતી ગયા પછી અલક મલકની વાતો થઈ રહી હતી. વાત વાતમાં બીરબલે કહ્યું કે માણસમાં
ઓસાણ શક્તિ હોવી જોઈએ. એટલે કે અણધારીઆફત આવી પડે ત્યારે હાંફળા ફાંફળા બની જવાના
બદલે હાથ પડયુ હથિયાર વાપરતા આવડવું જોઈએ.
વાત તો પતી ગઈ પણ
બાદશાહના મગજમાંથી આ વાત ન ગઈ. બાદશાહે વિચાર્યું કે બીરબલ વાતો તો બહુ મોટી મોટી
કરે છે પણ હકકતમાં એને હાથ પડયું હથિયાર વાપરતા આવડે છે કે નહીં એની કસોટી કરવી
જોઈએ.
બાદશાહે તપાસ કરાવી તો
જાણવા મળ્યું કે જ્યારે બીરબલ સવારના પહોરમાં માત્ર એક વસ્ત્ર ભેર મહાદેવના મંદિરે
પાણી ચઢાવવા જાય છે ત્યારે એની પાસે કોઈ જ હથિયાર નથી હોતું.
બાદશાહે આ વાત બરાબર યાદ
રાખી લીધી.
એક દિવસ એક હાથીને દારૂ
પાઈને ગાંડો કર્યો અને બીરબલ જે રસ્તેથી આવતો હતો એ રસ્તા પર છોડી દીધો. બીરબલ
પોતાની ધુનમાં ચાલ્યો આવે છે. શરીર પર માત્ર ધોતિયું છે અને હાથમાં ખાલી લોટો છે
ત્યાંજ એણે સામેથી આંધીની જેમ દોડતો આવતો હાથીને જોયો.
વહેલી સવારનો સમય હતો.
બધી દુકાનો પણ બંધ હતી. એટલે છુપાવાનું પણ કોઈ સ્થળ ન હતું. હાથી ધસ્યો આવતો હતો.
બીરબલે તો જરાય ગભરાયા વગર રસ્તાના કિનારે બેઠેલી કૂતરીના બન્ને પગ પકડીને હવામાં
ફેરવીને હાથીના માથામાં મારી...
કુતરી તો હાથીના માથા
સાથે ભટકાતા જ તીણી ચીસો પાડવા લાગી વળી એના અણીદાર નખે હાથીના માથાને ઉઝરડી
નાખ્યું. હાથી તો કૂતરીની તીણી ચીસોથી ગભરાઈને પાછો વળી ગયો અને બીરબલને જીવ
બચાવવાનો મોકો મળી ગયો.
મહેલની બારીમાંથી બાદશાહ આ બધું જોઈ રહ્યા હતા. એમને ખાત્રી થઈ ગઈ કે બીરબલ
નકરી વાતો જ નથી કરતો, વાતો પ્રમાણે કરી દેખાડે છે.
read (૫૯) ચમારોનો ન્યાય
0 ટિપ્પણીઓ
Please do not share links in comment