(૬૧) બીરબલને સજા
બીરબલ બાદશાહ અકબરને ઘણો
પ્રિય હતો પણ બેગમને એ દીઠો જોયો ન ગમતો. તેથી બેગમ વારંવાર બાદશાહના કાન ભંભેરતી.
એકવાર બેગમે બાદશાહને એવો ચડાવ્યો કે બાદશાહે બીરબલને શહેર છોડીને ચાલ્યા જવાનો
આદેશ આપી દીધો.
બીરબલે તો તરત દિલ્હી
છોડી દીધું અને એક નાનકડા ગામડામાં વેશ બદલીને રહેવા લાગ્યો. બીરબલ તો સ્વમાની
પુરુષ હતો. નક્કી કરી લીધું કે બાદશાહ જાતે તેડવા ન આવે ત્યાં સુધી ન જવું.
આ બાજુ બીરબલ વગર
બાદશાહનો દરબાર સુનો થઈ ગયો. બુદ્ધિ-ચાતુરીની વાતો બંધ થઈ ગઈ. બાદશાહને કંટાળો
આવવા લાગ્યો. બધાને બીરબલની ખોટ વર્તાતી હતી. કારણ કે બીરબલ વગર બાદશાહને હસાવે
કોણ?
એક દિવસ બાદશાહ એવા
કંટાળી ગયા કે ખીજાઈને સેવકોને આદેશ આપી દીધો કે જાવ બીરબલ જ્યાં હોય ત્યાંથી શોધી
લાવો.
સેવકોએ ગામે ગામે તપાસ
કરી પણ ક્યાંય બીરબલનો પત્તો ન લાગ્યો. એટલે ખાલી હાથે પાછા આવ્યા અને કહ્યું કે
નામદાર અમે ગામેગામ તપાસ કરી પણ ક્યાંય બીરબલ નથી.
બાદશાહ તો મુંઝાયા. હવે
શું કરવું? બીરબલને શોધવો કઈ રીતે? આ વાત બાદશાહના નવરત્નમાંના એક કવિ ગંગે જાણી,
તો તેઓ બાદશાહ પાસે આવ્યા અને કહેવા લાગ્યા.
નેક નામદાર, બીરબલ વેશ
પલટો કરવામાં એવો પાવરધો છે કે એ જાતે તમારી સામે આવીને ઊભો રહે તો પણ તમે ન ઓલખી
શકો. એટલે એની ગમે તેટલી તપાસ કરાવશો તો પણ એ મળવાનો નથી.....'
“તો પછી હું શું કરું?
મને બીરબલ વગર જરાય ગમતું નથી.' બાદશાહ ઉદાસ અવાજે બોલ્યા.
‘એને શોધવાનો ઉપાય હું
બતાવું. બીરબલ છુપો રહી શકે પણ બીરબલની બુદ્ધિ સૂર્ય જેવી છે. એટલે એ ક્યાંય છુપી
ન રહે. તમે ગામે ગામના મુખી પર એક સંદેશો મોકલો. ગામે ગામના મુખીને કહેવડાવો કે
રાજના કુવાના લગ્ન છે તો દરેક ગામના કુવાને લગ્નમાં હાજરી આપવા મોકલવા. જે ગામનો
કુવા હાજર નહીં રહે એ ગામના તમામ માણસોને ફાંસી દેવામાં આવશે.
‘પણ આનો ફાયદો શું?'
બાદશાહે પૂછયુ.
‘ફાયદો એ કે જે ગામમાં
બીરબલ છુપાયો હશે એ ગામેથી જવાબ આવશે.. તમે સંદેશો મોકલાવો....”
બાદશાહે તો તરત અનુચરોને
રવાના કર્યા. ગામે ગામ સંદેશો મોકલાવી દીધો કે રાજના કુવાના લગ્ન ઘણા જ ધામધુમથી
કરવાના છે માટે દરેક ગામના કુવાએ હાજરી આપવી. જે ગામનો કુવો હાજર નહીં રહે એ આખા
ગામને ફાંસી આપવામાં આવશે.”
ગામ સંદેશો પહોંચી
ગયો. બધા ચિંતામાં પડી ગયા. કુવાને લઈને લગ્નમાં જવું શી રીતે ?
જે ગામમાં બીરબલ છુપાવેશે
રહેતો હતો એ ગામમાં પણ સંદેશો આવ્યો. મુખીના તો મોતિયા જ મરી ગયા. ગામ લોકો વાતો
કરવા લાગ્યા કે નક્કી બાદશાહ ગાંડો થઈ ગયો છે. ક્યાંય કુવાના લગ્ન ભાળ્યા છે ? અને
ક્યાંય કુવા લગ્નમાં હાજરી આપતા હશે?
બીરબલે પણ આ વાત જાણી એ
તો ગયો સીધો મુખીના ઘેર. મુખી તો લમણે હાથ દઈને બેઠો છે. બધાને ખાત્રી થઈ ગઈ છે કે
આ ગાંડો બાદશાહ નક્કી બધાને ફાંસીએ ચડાવશે. બીરબલે પહેલા તો મુખીને આશ્વાસન આપ્યું
પછી કહ્યું કે જો વચ્ચે ક્યાંય મારું નામ ન આવે તો હું તમને આ આફતમાંથી મુક્ત
થવાનો માર્ગ દેખાડું.
મુખીને તો બીરબલ ભગવાનના
અવતાર જેવો લાગ્યો. એણે તો તરત બીરબલના પગ પકડી લીધા - “ભાઈ સાબ, આ આફતમાંથી
છોડાવો તો તમારી જીંદગીભરનો ગુલામ થઈ જાઉં.”
બીરબલે વારંવાર કહીને
ખાત્રી કરી લીધી કે મુખી નામ દે એવો નથી પછી બીરબલ બોલ્યો - “જો મુખી તારે જાતે
બાદશાહ પાસે જવાનું છે. તારે જઈને કહેવાનું કે રાજના કુવાની લગ્નની વાત જાણીને
અમારા ગામના કુવાના આનંદનો પાર નથી રહ્યો. એ તો લગ્ન માણવા માટે અધીરો થઈ રહ્યો છે
પણ એ કહે છે કે જો રાજનો કુવો સામે ચાલીને આમંત્રણ આપવા આવે તો જ હું આવું માટે
તમે રાજના કુવાને મારી સાથે મોકલો. એ આવીને અમારા ગામના કુવાને આમંત્રણ આપી જાય
પછી અમારા ગામનો કુવો જરૂર લગ્નમાં હાજર રહેશે. .
મુખી તો આ જવાબ લઈને ગયો
રાજ દરબારમાં જઈને બાદશાહને સલામ કરી અને બીરબલે શિખવેલો જવાબ કહી સંભળાવ્યો. આવો ચાતુરભર્યો જવાબ સાંભળીને બાદશાહ અને કવિ
ગંગ એક બીજા સામે જોઈ રહ્યા, કોઈ ગામથી જવાબ આવ્યો નહતો. ફક્ત આ એક જ મુખી જવાબ
લઈને આવ્યો હતો. એટલે બીરબલ આ મુખીના ગામમાં જ હતો એ વાત તો નક્કી થઈ ગઈ.
બાદશાહે મુખીને પૂછયું -
‘તને આ જવાબ કોણે શિખવ્યો.” મુખી હસીને બોલ્યો - ‘ભલા મને કોણ શિખવે? હું જાતે જ
જવાબ શોધીને લાવ્યો છું....'
બાદશાહે મુખીને ઘણો
સમજાવ્યો. ધનની લાલચ આપી,મોતની બીક દેખાડી પણ મુખી એકનો બે ન થયો. એ તો બીરબલ સાથે
વચને બંધાઈ ગયો હતો. હતાશ થઈને બાદશાહે મુખીને થોડું ઘણું ઈનામ આપીને વિદાય કર્યો.
પછી બાદશાહે કવિ ગંગ સામે જોયું.- “કવિરાજ હવે શું કરવું? એક તીર તો ચાલી
ગયું....”
‘જહાંપનાહ! મારી પાસે
બીજુ તીર તૈયાર જ છે. ગામે ગામ ઢંઢેરો પીટાવો કે કોઈ માણસ અબ્ધ છાંયો અને અર્ધો
તડકો ઓઢીને મારી પાસે આવશે અને એક હજાર સોનામહોરનું ઈનામ મળશે.” .
બાદશાહે તો ગામે ગામ
ઢંઢેરો પીટાવી દીધો. હજાર સોનામહોરની વાત સાંભળીને બધાના મોં માં પાણી આવવા
લાગ્યું પણ ઉપાય કોઈને સુઝતો નથી. અર્થો છાંયો અને અર્ધા તડકો ઓઢવો કઈ રીતે ?
આ ઢંઢેરો બીરબલે પણ
સાંભળ્યો. ચતુર બીરબલ સમજી ગયો કે બાદશાહ એને શોધવા માટે જ આવા ઢંઢેરો પીટાવે છે.
બીરબલે તો પોતાના હાથે દોરી
વાળો ખાટલો ભર્યો. વચ્ચે વચ્ચે જગ્યા છોડતો ગયો. પડોશમાં રહેતા એક ગરીબ ખેડુતને એખાટલો
આપીને કહ્યું કે આ ખાટલો તારા માથે મુકીને બાદશાહ પાસે જા. જઈને કહેજે કે તમારી
શરત પ્રમાણે અર્ધો તડકો અને અર્થો છાંયો ઓઢીને આવ્યો છું માટે મને ઈનામ આપો.
ખેડૂત તો રાજી થતો થતો
માથે ખાટલો મુકીને ગયો બાદશાહ પાસે જઈને કહ્યું કે અર્ધો તડકો અને અર્થો છાંયો
ઓઢીને આવ્યો છું માટે શરત પ્રમાણે ઈનામ આપો.
બાદશાહ અને કવિગંગ સમજી
ગયો કે આવો જવાબ આ ખેડૂતના મગજમાં તો ન જ આવે. નક્કી આ જવાબ બીરબલે શિખવ્યો છે.
તપાસ કરતા જાણ થઈ ગઈ કે ખેડૂત પણ પેલા મુખીના ગામનો જ છે. હવે તો ખાત્રી થઈ ગઈ કે
બીરબલ એ જ ગામમાં છે.
બાદશાહે ખેડૂતને વધુ સો
સોનામહોરની લાલચ આપી પૂછયું - “સાચે સાચું બોલ, તને આ જવાબ કોણે શીખવ્યો છે ?'
ભોળા ખેડૂતો તો કહી દીધું
કે અમારા ગામમાં એક નવો બ્રાહ્મણ રહેવા આવ્યો છે. એણે આ જવાબ શિખવ્યો છે.
બીરબલનો પત્તો લાગી જતા
બાદશાહ ઘણા ખુશ થયા. ખેડૂતને શરત પ્રમાણે ઈનામ આપી વિદાય કર્યો. પોતે રથ લઈને
બીરબલને લેવા ગયા,
read (૬૦) હાથ પડયુ હથિયાર
0 ટિપ્પણીઓ
Please do not share links in comment