(૧૨૧) એકરાર
બીરબલના અનેક એવા શત્રુ
હતા, જે હંમેશા અંધકારમાં રહેતા હતા અને જેને બીરબલ પણ ઓળખતો ન હતો. છુપા રહીને
તેઓ બીરબલ વિરુદ્ધ કાવતરા ઘડયા જ કરતા. જો કે બીરબલ કદી લાગમાં ન આવતો.
એકવાર કોઈ શત્રુએ એક
ચોકમાં કાપડનો એક પર્દો લટકાવ્યો. એમાં એણે બીરબલને સેંકડો ગાળો લખી હતી.
એ ચોકમાંથી જે કોઈ પસાર
થતું એ ગાળો દેવાની નવી રીત જોઈ ત્યાંજ થોભી જતું. ચોકમાં બીરબલના શત્રુઓ અને
મિત્રોનું ટોળું ભેગું થઈ ગયું.
આ બાજુ બીરબલને પણ આ સમાચા સાંભળવા મળ્યા તો એ પોતાના થોડાક સાથીઓને સાથે લઈને
એ પર્દી જોવા ગયો. પર્દો ઘણો ઉચે લગાવાયો હતો. જેના કારણે વાંચવામાં મુશ્કેલી પડતી
હતી.
બીરબલને આ ઠીક ન
લાગ્યું. એણે તરત પોતાના માણસોને હુકમ કર્યો કે આ પર્દો થોડો નીચે લઈ આવો, જેથી
વાંચવાવાળાને કોઈ મુશ્કેલી ન પડે.
બીરબલ ભીડ સામે જોઈને
બોલ્યો-“આ પર્દો અમારા લોકોનું મધ્યસ્થળ અને ભવિષ્યનું એકરાર નામુ છે. આ ઉચે
લગાવાયો હતો એટલે મેં એને થોડો નીચો લેવડાવ્યો છે, જેથી બધા લોકો સરળતાથી એ વાંચી
શકે.”
બીરબલે આગળ કહ્યું- “હું
મારા વિરોધીઓને સુચના આપું છું કે હવે તેઓ મારી સાથે મન માની ન કરે કારણ કે હવે
હું પણ એમની સાથે મારી ઇચ્છા પ્રમાણે વર્તીશ.”
ભીડ અનાયાસ વિખરાઈ ગઈ.
સાંજ સુધીમાં ચોકમાંથી પદ પણ ગાયબ થઈ ગયો કારણ કે બીરબલની વાતનો જવાબ એના હરિફો
પાસે ન હતો.
read (૧૨૦) મુલ્લાની જોરું
0 ટિપ્પણીઓ
Please do not share links in comment