(૧૨૦) મુલ્લાની જોરું
અકબર બાદશાહના દરબારમાં
કેટલાય મુલ્લા સામેલ હતા. એમાં એક હતા “મુલ્લા દો યાજા.” આમ તો મુલ્લા દરબારના
મંત્રી હતા અને પ્રગટમાં તો બીરબલ સાથે હસી મજાક કર્યા કરતા પરંતુ અંદર ને અંદર એ
બીરબલની ઇર્ષા કર્યા કરતા. બીરબલની કોઈ પ્રશંસા કરે તો મુલ્લાના પેટમાં તેલ
રેડાતું.
અકબર બાદશાહે એક દિવસ
ભર્યા દરબારમાં બીરબલની પાઘડીના વખાણ કર્યા. મુલ્લા દો યાજા બીરબલની પ્રસંશાથી
સળગી ઉઠ્યા પરંતુ એ પોતાનો ઈર્ષા ભાવ છુપાવીને બાદશાહને કહેવા લાગ્યા
“જહાંપનાહ, એમાં તે કઈ
મોટી વાત છે? મને તો બીરબલ કરતાં પણ સારી પાઘડી બાંધતા આવડે છે.”
કાલે બાંધીને આવજો....'
બાદશાહે કહ્યું અને મુલ્લા બીજા ” દિવસે પાઘડી બાંધવાની કલા દેખાડવાની આજ્ઞા લઈને
વિદાય થયા. મનોમન ઘણા હરખાઈ રહ્યા હતા. બીજા દિવસે પાઘડી બાંધીને એ દરબારમાં હાજર
થયાં. બાદશાહને મુલ્લાની પાઘડી બાંધવાની કલા પસંદ આવી અને લોકોની સામે એના ઘણા
વખાણ કર્યા.
ત્યાં સુધી કે એની
પાઘડીને બિરબલની પાઘડીથી પણ વધુ વિશેષતા આપી.
મુલ્લા દો યાજા ઘણા ખુશ હતા.
ત્યાંજ બીરબલ બોલ્યા-
“જહાંપનાહ, આ મુલ્લાજીની કલા નથી પણ આનું શ્રેય એમની સ્ત્રીને જ મળવું જોઈએ. એના
કારણે જ મુલ્લા બાજી જીતી ગયા. જો તમને મારી વાત પર વિશ્વાસ ન હોય તો આ બધાની સામે
ફરીવાર પાઘડી બાંધીને દેખાડે.”
બાદશાહે તરત મુલ્લાને
હુકમ કર્યો. મુલ્લા દો યાજા અરીસા વગર ઘણા પ્રયાસ પછી પણ પહેલા જેવી પાઘડી ન બાંધી
શક્યા. એટલે બાદશાહની સામેજ નહીં સમસ્ત દરબારીઓ સામે પણ એને ભોંઠા પડવું પડ્યું.
બાદશાહે મુલ્લાની ઠેકડી
ઉડાવતા કહ્યું - “ધન્ય છે મુલ્લાજી જે કામ તમારાથી નથી થઈ શકતું એ જોરું (પત્ની)
પાસે કરાવો છો.”
0 ટિપ્પણીઓ
Please do not share links in comment