(૧૧૯) શોધે તેને મળે .
અકબર બાદશાહને એક દિવસ
નવી વાત સુઝી. એમણે તો તાત્કાલિક બીરબલને હુકમ કર્યો - “બીરબલ, એક એવો માણસ શોધી
લાવ, જે સર્વ સ્થળનો સરતાજ હોય.'
બીરબલે તો તરત માથું
હલાવીને હા પાડી દીધી. નિરાશ થવાનું કે મુંઝાવાનું તો બીરબલ કદી શીખ્યો જ ન હતો. એ
તો તત્કાળ બોલ્યો- “બાદશાહ સલામત, તમે તો જાણો છો કે આવો માણસ શોધવાનું કામ ઘણું
મુશ્કેલ છે. વળી આમાં ખર્ચ પણ દશેક હજાર રૂપિયાનો થાય તેમ છે.
બાદશાહે તો તરત ખજાનચી
પાસેથી દશ હજાર રૂપિયા અપાવી દીધા. બીરબલ એ પૈસા લઈને ઘેર આવ્યો અને સર્વ સ્થળના
સરતાજ ને શોધવા ગામે ગામ ભટકવા લાગ્યો.
એક કહેવત છે- “જિન ખોજા
તિન પાઈયા” જે શોધે તેને મળે. બીરબલને મળી ગયો એક સાવ ભોળો, ગમાર આયર.
બીરબલે એને પાસે બોલાવીને થોડીવાર વાત કરી પછી કહ્યું - “જો તું મારા કહ્યા
પ્રમાણે ચાલીશ તો હું તને સો રૂપિયા આપીશ.”
બિચારો ગરીબ આયર શા માટે
ના પાડે? આટલી મોટી રકમ તો એણે જીંદગીમાં કદી જોઈ પણ ન હતી. એણે તો તરત હા' પાડી
દીધી. એટલે બીરબલ બોલ્યો- “જો મારી સાથે તારે બાદશાહ પાસે આવવાનું છે. પણ બાદશાહ
તને કાંઈ પૂછે તો તારે એ કદમ ચુપ રહેવાનું, એક શબ્દ પણ નહીં બોલવાનો.”
આયર કહે કે સારું. હું તો
તમે કહો એમ કરીશ. બોલવાનું કહેશો તો બોલીશ અને મુંગા રહેવાનું કહેશો તો મુંગો
રહીશ.
બીરબલે તો એ ગામડીયા
આયરને સારામાં સારા વસ્ત્ર પહેરાવ્યા પછી લઈ ગયો દરબારમાં અને બાદશાહ સામે એને ઊભો
રાખીને બોલ્યો
આલમપનાહ, તમારી આજ્ઞા
પ્રમાણે તમે કહ્યો હતો એવો માણસ લઈ આવ્યો છું. તમે પરીક્ષા કરીને ખાત્રી કરી લો.”
બાદશાહે તો એ ગામડીયા
આયરને પોતાની પાસે બોલાવ્યો. અને એને જાત જાતના સવાલ પૂછવાનું શરુ કરી દીધું. પણ એ
તો બીરબલનો પઢાવેલો હતો. ભલા શા માટે જવાબ આપે. મુંગો હોય એમ બેસી રહ્યો. એક શબ્દ
ન બોલે. બાદશાહે બીરબલ સામે જોયું. હવે વાત સાંભળવાનો વારો બીરબલનો હતો. એ
બોલ્યોજહાંપનાહ તમે જે સવાલ પૂછયા એનો આ માણસે એવો અર્થ તારવ્યો છે કે ન જાણે
બાદશાહ આ બધી વાતો પૂછી ને શું કરશે કારણ કે પેલી કહેવત એને યાદ છે. કહ્યું છે કે
“રાજા, યોગિ, અગ્નિ, જળ આ ચારની ઉલ્ટી રીત, ડરતા રહો ભાઈઓ થોડી કરો પ્રીત.” એટલે
એને મૌન ધારણ કરી લીધું છે.
બાદશાહને બીરબલના આ પાઠથી આનંદ મળ્યો અને ગામડીયા આયરને ત્યાંથી જવાની રજા મળી
ગઈ. સાથે જ બીરબલ પાસેથી પુરા સો રૂપિયા પણ મળી ગયા.
read (૧૧૮) ફારસનો બાદશાહ
0 ટિપ્પણીઓ
Please do not share links in comment