(૧૧૩) અકબરની બાદશાહી
એક વખતે વાત વાતમાં અકબર
બાદશાહે બીરબલને પૂછ્યું- “બીરબલ, બાદશાહી કાયમ રહેતી હોત એટલે કે જે બાદશાહ થાય એ
હંમેશા સાન કરતો રહે એવું હોત તો કેટલું સારું થાત !”
ઘણું સારું થાત...!'
બીરબલે ધીરેથી જવાબ આપી દીધો.
‘તારો આ વિષે શું મત છે?'
બાદશાહે ફરી સવાલ કર્યો તો બીરબલે અત્યંત નમ્રતા પૂર્વક જવાબ આપ્યો.
જહાંપનાહ, તમે જે વાત કરો
છો, તે તદ્દન ન્યાયી છે, એકદમ યોગ્ય છે. પરંતુ જો એવું હોત તો ભલા વિચારો એ
સ્થિતિમાં ન તો તમે બાદશાહ હોત, ન તમારી બાદશાહી હોત.”
આ જવાબથી બાદશાહ ચુપ થઈ ગયો.
read (૧૧ર) વાહ ! બીરબલ
0 ટિપ્પણીઓ
Please do not share links in comment