(૯૪) બોલવાની કળા
એક વખત બાદશાહ અને બીરબલ
રંગમહેલમાં ગપ્પા મારી રહ્યા છે. એવામાં એક ફકીર એક પોપટ લઈને આવ્યો અને કહેવા
લાગ્યો - “નામદાર મારા આ પોપટનું નામ મેં રાધુ પાડયું છે. મેં તેને ઘણી મહેનત
કરીને સારી સારી વાતો બોલતા શિખવ્યું છે. એ કુરાનની આયાતો પણ બોલે છે.આ પોપટ હું
તમને ભેટ આપું છું. તેનું જતન કરીને જાળવજો. આમ કહી ફકીરે પોપટને ઈશારો કર્યો તો
પોપટ બકુર અવાજે કુરાનના પાઠ બોલવા લાગ્યો.'
બાદશાહ ફકીર પર ખુશ થયો
અને એને ઈનામ આપી વિદાય કર્યો પછી બાદશાહે રાધુની સાર સંભાળ માટેએક નોકર રાખી એને
સખ્તસુચના આપી. રાધુને તારા પ્રાણથી પણ વધુ સાચવજે. રાધુ મરી ગયો છે એવા સમાચાર
મને આપ્યા તો તારું માથું કાપી નાખીશ.
નોકર તો રાધુને ઘણો જ
સાચવવા લાગ્યો. રાધુ કુરાનના પાઠ ભણતો. એ સાંભળી બાદશાહ અત્યંત ખુશ થતા અને રાધુને
ખુબ વહાલ કરતા પણ કાળે કરીને એક દિવસ રાધુ મરી ગયો. પોપટને મરેલો જોઈ નોકરના મોતિયા મરી ગયા. બાદશાહને હવે શું
જવાબ દેવો? એ મરી ગયો છે એમ જણાવે તો બાદશાહ માથું કાપી લે. નોકર તો રડતો રડતો
બીરબલ પાસે ગયો અને બધી વાત કરી. તેથી બીરબલને દયા આવી ગઈ એણએ કહ્યું - “તું ચિંતા
ન કર. તારો વાળ વાંકો નહીં થાય.હું જાતે બાદશાહને સમાચાર આપું છું.”
બીરબલ તો ગયો બાદશાહ પાસે
અને જઈને મોટેથી બોલ્યા બાદશાહ ! આપણો રાધુ... આ સાંભળી બાદશાહ એકદમ બોલી ઉઠયા -
“શું રાધુ મરી ગયો?”
નહિ.. નહિ.” બીરબલે
કહ્યું - એવું તો બને જ નહિ નામદાર, રાધુ તો તપસ્વી બન્યો છે. તપસ્વી બન્યો છે.
આકાશ તરફ મોં કરી તપશ્ચર્યા કરે છે. પગ પાંચ અને ચાંચ જરાપણ હલાવ્યા વગર યોગ સાધના
કરી ઈન્દ્રિયોનું દમન કરી રહ્યો છે.
બાદશાહને નવાઈ લાગી. તેથી
બીરબલની સાથે પોપટ પાસે ગયો. જોયું તોપોપટ મરી ગયો હતો. બાદશાહ બોલ્યા - બીરબલ
તારી મશ્કરી કરવાની ટેવ કદી નહી જાય. રાધુ તપશ્ચર્યા કરે છે એમ કહેવાના બદલે રાધુ
મરી ગયો છે એમકહ્યું હોત તો મારે ધક્કો ન ખાવો પડેત.”
ત્યારે બીરબલ બોલ્યો -
“નેક નામદાર, શું કરવું? જો રાધુ મરી ગયો છે એમ કોઈ કહે તો તમે માથું કાપી લો.
એટલે કોઈ ઉપાય તો કરવો જોઈએ ને.
આ સાંભળી બાદશાહ રાધુનો
શોક ભુલી, બીરબલની બુદ્ધિનો ખ્યાલ કરી બહુ ખુશ થયો ને પોતે ગેરવ્યાજબી હુકમ કરેલો
તે માટે પસ્તાવો કરવા લાગ્યો.
read (૯૩) ચાર ગુણ
0 ટિપ્પણીઓ
Please do not share links in comment