(૯૩) ચાર ગુણ
“અબળા નહીં પણ પ્રબળા, એ
વશ સબળાને કરતી,
ચરિત ફોજ ચહુદિશ ફેલાવી
મન ગુણ હરતી.” એક વખત અકબર બાદશાહે બીરબલને કહ્યું - બીરબલ એવી ચાર સ્ત્રી શોધી
લાવ જેમાંની એક બે શરમ હોય. બીજી બીકણ હોય, ત્રીજી શરમાળ હોય અને ચોથી નિડર હોય.”
બીરબલ તો બીજા જ દિવસે એક
સ્ત્રીને શોધી લાવ્યો અને બાદશાહની સામે ઉભી રાખીને કહ્યું - “જહાંપનાહ ! આ ચારે
સ્ત્રીઓને તપાસી લો.”
બાદશાહની નવાઈનો પાર ન
રહ્યો - “ચાર ક્યાં છે? આ તો એક જ સ્ત્રી છે બાકીની ત્રણ ક્યાં છે?”
ત્યારે બીરબલ બોલ્યો - “આ
એક સ્ત્રીના શરીરમાં જ ચારે ચાર સ્ત્રીના ગુણ સમાયેલા છે. જ્યારે સ્ત્રી કોઈના
લગ્નમાં ફટાણા ગાય છે ત્યારે બાજુમાં બેઠેલા ભાઈ કે બાપની પણ શરમ રાખતી નથી. માટે
એ બે શરમ છે. અંધારા ઓરડામાં જવાની પતિએ આજ્ઞા કરી હોય તો કહેશે - “બાપરે ! મને
બીક લાગે છે માટે બીકણ છે. જ્યારે સાસરે જાય છે ત્યારે ઊંચા અવાજે વાત પણ કરતી નથી
માટેએ શરમાળ છે અને જ્યારે પરપુરુષ સાથે હળેલી હોય છે ત્યારે કાળી રાતે, ભુત પ્રેત કે વાઘ ચોરનો પણ ડર રાખ્યા વગર પોતાની
ધારેલી ધારણા પુરી પાડે છે માટે એ નિડર છે. તેથી મેં ચાર ગુણવાળી સ્ત્રીને તમારી
સામે હાજર કરી છે.”
આ સાંભળી બાદશાહ ઘણો ખુશ
થયો અને બીરબલને શાબાશી આપી
read (૯૨) બુંદ સે બિગડી
0 ટિપ્પણીઓ
Please do not share links in comment