(૮૩) આંધળા ઝાઝા કે દેખાતા ?
અકબર બાદશાહને જાત જાતના
સવાલો પૂછવાની ટેવ હતી. એકવાર બીરબલને પૂછયું- બીરબલ, આ સંસારમાં આંધળા ઝાઝા કે
દેખતા?
હાજર જવાબી બીરબલ તો
તત્કાળ બોલ્યો-“જહાંપનાહ, આંધળા ઝાઝા.
આ જવાબ સાંભળી અકબરની
નવાઈનો પાર ન રહ્યો. આવી વાત તે કેમ મનાય? તરત જ બીરબલને કહ્યું કે ખાત્રી કરી
દેખાડ,
બીરબલ કહે ચાલો મારી સાથે
પણ તમારે કાંઈ બોલવાનું નહિ દૂર ઉભા ઉભા જે બને એ જોયે રાખવાનું.
બીરબલ તો બાદશાહને લઇને
ચાંદની ચોકમાં આવ્યો. બાદશાહને દૂર ઊભા રાખ્યા. પછી પોતાના એક નોકરને બોલાવીને
સમજાવ્યું કે જે કાંઇ મને પૂછે કે તમે શું કરો છો? એનું નામ લખી લેવાનું.
બીરબલે તો બે-ચાર ફાટેલા
જોડા ભેગા કર્યા અને સાંધવા બેસી ગયો. બીરબલ જેવા બીરબલને ફાટેલા જોડા સાંધતો જોઈ
ત્યાંથી આવતાં-જતાં લોકોની નવાઇનો પાર ન રહ્યો. જે કોઈ ત્યાંથી પસાર થાય એ
પૂછે--બીરબલ આ શું કરો છો?” નોકર એ માણસનું નામ લખી લે. બે ઘડીમાં તો સેંકડો નામ
લખાઇ ગયા.
બીરબલ એ યાદી લઈને ગયો બાદશાહ પાસે અને કહ્યું કે જોઈ લો આ આંધળાઓની યાદી. સગી
આંખે જોઈ રહ્યા હતા કે હું ફાટેલા જોડા સાંધુ છું. છતાં મને પૂછતા હતા માટે
સંસારમાં આંધળા વધુ છે.
read (૮૨) શબ્દોની જાળ
0 ટિપ્પણીઓ
Please do not share links in comment