(૮૨) શબ્દોની જાળ
બાદશાહના દરબારમાં દોલત
નામનો એક અતિ ભલો ભોળો નોકર કામ કરતો હતો. એકવાર આ દોલત કાંઇક વાંકમાં આવી જવાથી
બાદશાહ એના પર ગુસ્સે થયા અને એને દરબારમાંથી કાઢી મુક્યો. બીચારા દોલતના તો બારે
વહાણ ડુબી ગયા. એ તો ગયો બીરબલ પાસે અને રડતા રડતા બધી વાત કરી. આજીજી કરવા લાગ્યો
કે ગમે તેમ કરીને મારી નોકરી પાછી અપાવો.
બીરબલે કહ્યું કે બાદશાહ
પાસે જઈને તારે હું કહું એટલા જ શબ્દો બોલવાના. એટલે તને નોકરી મળી જશે.
દોલત તો ગયો બાદશાહ પાસે
ઓરડાની બહાર ઉભો રહીને બોલ્યો--જહાંપનાહ, દોલત દરબારમાં રહે કે જાય?
આ સાંભળી બાદશાહ મુંઝાયો.
દોલતનો અર્થ થાય સમૃદ્ધિતેથી “જાય' એમ તો કહેવાય નહીં. તો તો દરબારની સમૃદ્ધિ જાય.
તેથી બાદશાહ બોલ્યા--મારા દરબારમાં દોલત સદા રહે.”
આ સાંભળતા જ દોલતના
આનંદનો પાર ન રહ્યો. જયારે બાદશાહે જાણ્યું કે આ
શિખવનાર બીરબલ છે ત્યારે બાદશાહે એને ઈનામ આપ્યું.
read (૮૧) સાચો પારસમણી
0 ટિપ્પણીઓ
Please do not share links in comment