(૬૯) ઝક મારે છે
એક દિવસ બાદશાહ અને બીરબલ
વહેલી સવારે તાજી હવાનું સેવન કરવા નદી કિનારે ગયા.ત્યાંથી પાછા ફરતા બાદશાહે એક
માછીમારને માછલા પકડતા જોયો. આ જોઈ બાદશાહને પણ માછલી પકડવાની ઈચ્છા થઈ. એટલે
બાદશાહ તો યમુના કિનારે બેસી માછલી પકડવા લાગ્યા.
બીરબલ સીધો દરબારમાં ગયો.
બેગમે કાંઈક કામસર બીરબલને બોલાવ્યો. થોડીવાર વાતચીત કર્યાપછી બેગમે પૂછ્યુંબાદશાહ
ક્યાં છે?”
ઝક મારે છે....' બીરબલે
જવાબ દીધો.
આ જવાબથી બેગમ નારાજ થઈ
ગઈ. આમ પણ બીરબલ પર એને ચીડ તો હતી જ. એમાંય આજ લાગ મળી ગયો.
બાદશાહ જ્યારે મહેલમાં
આવ્યા ત્યારે બેગમે મોં ફૂલાવીને વાત કરતા કહ્યું - “તમે જ બીરબલ ને મોઢે ચઢાવ્યો
છે, એનું જ જ આ પરિણામ છે. મેં તમારા વિષે પૂછયું તો એણે કેવો જવાબ આપ્યો....?
હિંદુસ્તાનના સમ્રાટને ઝક મારે છે એમ કહ્યું.”
બાદશાહને પણ ઘણો ક્રોધ
ચઢી ગયો.તરત જ બીરબલને બોલાવ્યો પછી પૂછયું - “તેં આજ બેગમને શું કહ્યું હતું?
બીરબલ તો ભોળા ભાવે
બોલ્યો - “ગરીબ પરવર બેગમે મને તમારા વિષે પૂછ્યું તો મેં કહ્યું કે બાદશાહ ઝક
મારે છે. આમાં હું કાંઈ જ ખોટું બોલ્યો નથી. અમારી સંસ્કૃત ભાષામાં માછલીને ઝક'
કહે છે. જો આમાં તમને મારો અપરાધ દેખાતો હોય તો જરૂર સજા કરો.
બીરબલના આ જવાબથી
બાદશાહનો ક્રોધ પળવારમાં ઉતરી ગયો.
read (૬૮) હથેળીના વાળ
0 ટિપ્પણીઓ
Please do not share links in comment