(૬૮) હથેળીના વાળ
એક દિવસ બાદશાહે બીરબલને
પૂછયું : “મારી હથેળી પર વાળ કેમ નથી ?'
બીરબલ તો હાજર જવાબી
હતો.તત્કાળ બોલ્યો - તમે ગરીબો તથા પંડિતોને રોજ આ હાથોથી જ દાનઆપો છો, જેના
ઘસારાથી વાળ નથી ઉગતાં.”
બાદશાહ આ જવાબથી પોતાની
પ્રશંસા સાંભળી મનોમન ખુશ થયો પરંતુ ઠાવકુ માં રાખી સમયની રાહ જોવા લાગ્યો, જેથી
બીરબલ ને એની જ વાત પર ભોઠો પાડી શકાય.
એકવાર જ્યારે એવો મોકો
આવ્યો ત્યારે બાદશાહે સમજી વિચારીને બીરબલને પૂછયું - “તારી હથેળી પર વાળ કેમ
નથી.” હાજર જવાબી બીરબલે તત્કાળ જવાબ આપ્યો- “દાન લેતા લેતો એના ઘસારાથી વાળ જ
ઉગતા નથી.”
હવે બાદશાહ મુંઝાયા. એ તો
બીરબલને એની જ વાનમાં જ સપડાવવા ઈચ્છતા હતા પણ બીરબલ પકડમાં આવતો ન હતો.
આખરે બાદશાહે ફરી સવાલ
કર્યો - “આપણા દરબારના બીજા માણસોની હથેળી પર વાળ કેમ નથી?' બીરબલ જરાય મુંઝાયા
વગર બોલ્યો - “એનો જવાબ તો સાફ છે જહાંપનાહ જ્યારે તમે મને અને પંડિત કલાકારોને
દાન આપો છો ત્યારે બીજા દરબારીઓ હાથ ઘસે છે, તેથી તેમની હથેળીમાં વાળ નથી ઉગતા.”
બાદશાહે પોતાની હાર સ્વીકારી લીધી.
read (૬૭) સમસ્યાની પૂર્તિ
0 ટિપ્પણીઓ
Please do not share links in comment