શ્રી રામ.....
રામ શબ્દ સ્વામી રામદાસજી બોલે અને હું ને તમે બોલી એમાં બહુ ફેર છે. કદાચ આપે આ કથા સાંભળે હશે. ચોર હતા,ચોરી કરવા નીકળેલા, પણ સરયુ નદીમાં પાણી હતું. ચોરીનો માલ સાથે હતો એટલે સામે કાંઠે ન જઈ શકાયા.
તુલસીદાસજી સરયૂ ને કિનારે કુટિર બાંધી તેમાં રહેતા. તે આ સમયે ભજન કરે.
મધરાતનો સમય હતો. ચોરોને ચોરીના માલ સાથે સામે કિનારે જવા ઉતાવળ-જ્યારે સરયૂ માં પાણી. ઉતરી શકાય નહીં એટલું પાણી. શું કરે?
રામ ભક્ત તરીકે તુલસીદાસજીની ખ્યાતિ તે વખતે ચારે બાજુ પ્રસરી ગયેલી. રાજાથી રંક તેમને ઓળખે.
એક ચોર એ કહ્યું:'અહીં' તુલસીદાસજી બિરાજે છે. આપણે એમની પાસે જઈને કંઈક માર્ગ માગીએ.સંત છે. કદાચ માર્ગ મળે! વળી આપણે સામે કિનારે પહોંચી જવું અનિવાર્ય છે. નહીંતર પકડાઈ જઈએ.
બીજા ચોરો આ વાત સાથે મળતા થયા અને બધા સંત તુલસીદાસની કુટીરમાં ગયા. સંતો તો રાતે જાગતા જ હોય છે. ગોસ્વામીજી જપ કરતા હતા. ચોરો પગે લાગ્યા.ને ગોસ્વામીજી તેમના ભણી જોઈ બોલ્યા:
' કેમ ભાઈ ?'
' અમારે સરયુને સામે કિનારે જવું છે, પાણી બહુ છે, કેમ જવું ?'
' તમે કોણ છો ?'તુલસીદાસજીએ પ્રશ્ન પૂછ્યો.
' ચોર છીએ . ચોરી કરવા ગયા હતા. ચોરીનો માલ અમારી પાસે છે.હવે અમે મુશ્કેલીમાં છીએ. આપ સંત છો. તમારા ઇષ્ટદેવ સામે રાક્ષસોને સ્વીકારેલા તો તમે ચોરો ને ના સ્વીકારો ?' ચોરો એ પ્રશ્ન કર્યો.
તુલસીદાસજી કહે :'સ્વીકારવામાં મને વાંધો નથી કુટીરમાં સુઈ જાઓ. હું બહાર નીકળી જાઉં તમે અંદર. બીજું તો હું શું કરી શકું?હું રહ્યો સાધુ!
ચોરોને આવો આશ્રય ખપતો ન હતો. એમને તો જલ્દી સરયુ ને સામે કિનારે જવું હતું. એટલે વળી આગ્રહપૂર્વક બોલ્યા :
'બાબા !કોઈ એવો ઉપાય બતાવો કે અમે સરયુ તરી જઈએ.' તુલસીદાસજીએ થોડા મૌન પછી કહ્યું :'હું એક ચિઠ્ઠી લખીને આપુ.'એને ખોલવા ની નહીં.' આટલું કહી ગોસ્વામીજી મહારાજે એક ચિઠ્ઠી લખી ઘડી કરીને,એકના હાથમાં આપીને સંત બોલ્યા, 'એકબીજાના હાથ પકડીને નીકળી જાઓ.'
તુલસીદાસજીની ચિઠ્ઠી લઇ ચોરો સરયૂ નદીના પ્રવાહ પાસે આવ્યા ત્યારે કહે છે કે પ્રવાહ કંઈક ધિરો પડ્યો. ચોરો સરયુ પાર કરી શક્યા.
કિનારા નજીક આવતા શંકા થઇ કે જોઈએ તો ખરા કે ચિઠ્ઠીમાં શું લખેલું છે ?
માણસની શ્રદ્ધા બહુ અસ્થિર છે. એટલે રામકથાના ન્યાય સામે કહેવાની ઇચ્છા થાય કે શ્રદ્ધાનું કન્યાદાન જ્યાં સુધી વિશ્વાસ ના હાથમાં નથી જતું ત્યાં સુધી શ્રદ્ધા અસમંજસ અનુભવે છે.
વિશ્વાસ અને શ્રદ્ધા ના જોડાણ વિના સાધના પૂરી થતી જ નથી.લોકોમાં. શ્રધ્ધા બહુ ચંચળ છે.
ચોરોએ ચિઠ્ઠી ખોલી. ચિઠ્ઠીમાં 'રામ' લખેલ. એ જોઇ ચોરોએ દરેક આવી ચિઠ્ઠી પોતાના હાથે લખી દીધી ને પછી બોલ્યા :
'ચાલો હવે પાછા સામે કિનારે જઈએ.'
ચોરો એકબીજાના હાથ પકડી સરયુ ના નીરમા પડયા. પણ તણાવા લાગ્યા. માંડ-માંડ બચ્યા.
બધા કુટીરમાં તુલસીદાસ ની પાસે આવ્યા અને નમીને કહે:તમારા રામથી અમે તર્યા,અમારે રામે ડૂબ્યા આમ કેમ?'
તુલસીદાસજી કહે,મારા અને તમારા રામ બોલવામાં બહુ અંતર છે. ગીરધરલાલ મીરા બોલે અને આપણે બોલીએ પણ બેઉ માં ઘણો ફરક છે.
read રામાયણ પર શ્રધા
0 ટિપ્પણીઓ
Please do not share links in comment