રામાયણ પર શ્રધા
એક રેલ્વેસ્ટેશન માં ટ્રેન હજુ નહોતી આવી એટલે એક દાદા રામચરિત માનસ લઈને એનો પાઠ કરતાં હતાં. ત્યાં એક યુગલ આવ્યું. સામે બાંકડા પર બેઠું. અને હાથમાં રામચરિતમાનસ જોઈ દાદાની કઇક હળવેથી ટીકા કરવા માંડ્યું અને યુવક તો બોલી પણ ઉઠ્યો.:
'દાદા શુ કરો છો?'
રામાયણનો પાઠ કરું છું.ઊચું માથું કરીને યુવાન તરફ જોઈ દાદાએ કહ્યું.
તુલસીદાસજીએ લખેલું ૪૦૦ વર્ષ જૂનું રામાયણ તમે હજુ એમને એમ પકડી રાખ્યું છે.? કેટલી નવી નવલકથા લખાય કેટલા નવા કાવ્યસંગ્રહો બહાર પડ્યા અને છતાં તમે આ જૂનો એકનું એક પકડી રાખ્યું ? હવે મુકોને, એમાં શું છે ?
દાદાએ બહુ સરસ જવાબ આપ્યો. તેમણે કહ્યું :ભાઈ !હું રામાયણનો પંડિત નથી. એટલે આમાં શું છે એ સાબિત ન કરી શકું પણ તમે પતિ-પત્ની ભણેલા છો. તમે એટલું તો સાબિત કરો કે આમાં શું નથી.'
પેલા યુવકે કહ્યું,
એ તો તમારી બુદ્ધિની દલીલ છે. એટલે શું રામાયણમાં બધું જ છે?
' મને શ્રદ્ધા છે કે આમાં બધું જ છે.'દાદા એ જવાબ આપ્યો.
આ વાર્તાલાપ ચાલતો હતો ત્યાં જ ટ્રેન આવી. ટ્રેન ત્યાં બે-ત્રણ મિનિટ જ રોકાવાની હતી.
દાદા ચડી ગયા.
પેલો યુવાન પણ ચડી ગયો.
દાદા ને જગ્યા મળી ગઈ.ટ્રેને પોતાની ગતિ પકડી. દાદા એ તો પાછુ પોતાનું રામાયણ ખોલીને પાઠ કરવા લાગ્યા. ત્યાં પેલા યુવાને બૂમાબૂમ કરી મૂકી,ગાડી રીકો, ગાડી રોકો, પણ અવાજ એમ કોણ સાંભળે ડ્રાઇવર કેમ એન્જિન થંભાવે?
પેલાએ સાંકળ ખેંચી અને ગાડી રોકી. ગાડી ઊભી રહી.આ જોય રામાયણ બંધ કરીને યુવાનને પૂછયું.
'બેટા !ગાડી કેમ રોકવી પડી.?
' દાદા !આપણે વાતચિત કરતા હતા ને ટ્રેન આવી.ઉતાવળમાં હું તેમાં ચડી ગયો અને મારા પત્ની સ્ટેશન પર રહી ગયા.' ત્યાં તેના પત્ની દોડતા આવ્યા અને તેના પતિના ડબ્બામાં આવી ચડી ગયા.
ગાડી ચાલી.
'દીકરા !'દાદા એ યુવાનને કહ્યું .
'બોલો દાદા!'
તારા પત્ની રહી ગયા અને તું ચડી ગયો! ખોટું ના લગાડે તો કહું.'
' શું?
' તે એકવાર રામાયણ વાંચ્યું હોત તો આ ભૂલ તો તું ન જ કરત.'
'આનો પણ ખુલાસો રામાયણમાં છે? યુવાનને પૂછયું.
'હા,છે '
'કઈ રીતે?'
કોઈ પણ વાહનમાં બેસવું હોય ત્યારે પહેલાં પત્નીને બેસાડાય અને પછી પુરુષથી બેસાય.'
' આવું તેમાં હોય તો ઉદાહરણ સાથે મને કહો દાદા!'
' જો, રામાયણમાં લખ્યું છે કે ગંગા પાર કરતી વેળા વનવાસ સમયે, રામ નવકા માં બેસવા ગયા ત્યાં પહેલા સીતાજીને બેસાડ્યા અને પછી રામજી બેઠા.જો દીકરા રામચરિત માનસમાં લખ્યું છે.'
' પ્રિયા ચઢાઈ ચઢઉ રઘુરાઇ.'
તે રામાયણ વાંચ્યું હોત તો તું ગાડીમાં ગોઠવાઈ ગયો અને તારી પત્ની રહી ગયા, આ ભુલ ન થાત.'
' દાદા !હવે હું સંપૂર્ણપણે રામાયણ વાચીશ.' યુવકે એવો એકરાર કર્યો.
read ખરી કેળવણી આલોક સાગર
0 ટિપ્પણીઓ
Please do not share links in comment