ખરી કેળવણી
આલોક સાગર . … .
દિલ્હીના એક શિક્ષિત અને ધનવાન કુટુંબમાં જન્મેલો બાળક હતો . એના પિતા IRS ઓફિસર હતાં . અને માતા ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર હતાં . આલોક ભણવામાં ખૂબ જ હોંશિયાર હતાં . ૧૯૭૩ માં તેમણે IIT દિલ્હીમાંથી ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગ પુર્ણ કર્યું હતું .
અને પછી આજ યુનિવર્સિટીમાંથી એમણે M. Tec . કર્યું . આગળ ઉચ્ચ શિક્ષણ માટે અને પીએચડી કરવા માટે તેઓ અમેરિકા ગયા . પીએચડી કર્યા બાદ તેઓ ઈચ્છે તો અમેરિકામાં કારકિર્દી બનાવવાની તેમને માટે સોનેરી તક હતી . પરંતુ તેમને દેશ માટે કંઈક કરવું હતું . આથી તેઓ ભારત પાછા આવી ગયા .
IIT દિલ્હીમાં જ તેઓ પ્રોફેસર બની ગયા . ભારતીય રીઝર્વ બેંકના પુર્વ ગવર્નર રઘુરામ રાજન જેવા કેટલાયે વિદ્વાનો તેમના વિધાર્થી રહી ચૂક્યા છે . IIT ના અતિ તેજસ્વી વિદ્યાર્થીઓને તેઓ ભણાવે પણ તેમનું દીલ તો કંઈક જુદી જ ઈચ્છા રાખતું હતું . ૧૯૮૨ માં તેમણે પ્રોફેસર તરીકે રાજીનામું આપી દીધું અને આ ફરીશ્તા નીકળી પડ્યા ગરીબોની સેવા કરવા માટે .
મધ્યપ્રદેશના બેતુલ અને હોશંગાબાદ જિલ્લાના આદીવાસી વિસ્તારમાં એમણે પોતાની સેવાકીય પ્રવૃત્તિઓનો યજ્ઞ પ્રારંભ કર્યો . ૫૦ હજારથી પણ વધુ વૃક્ષો વાવીને તેમણે પર્યાવરણની પણ તેમણે અદભૂત સેવા કરી . દેશનો એક અતિ શિક્ષિત માણસ છેલ્લા ૩૯ વર્ષોથી આદિવાસી બનીને આદિવાસીઓની સેવા કરી રહ્યો છે . ઘણાની પાસે તો સામાન્ય પદવી અને નાની નોકરી હોય તો પણ તેમનો અંહકાર આભને આંબતો હોય છે .
અને આ માણસ એની વિદ્વતાને એકબાજુ મુકીને કામ કરી રહ્યો છે . પોતે આટલો વિદ્વાન છે એની એણે કોઈને ખબર પણ પડવા દીધી ન હતી . કયારેય એણે પોતાના ઉચ્ચ અભ્યાસ અને નોકરીની વાત જ કરી ન હતી . પણ મધ્યપ્રદેશની પોલીસને તેમની કામગીરી શંકાસ્પદ લાગતાં તપાસ કરી તો તેમને આ બાબતોની જાણકારી મળી .
આજના યુગમાં લોકો સેવા કરવાને બદલે પોતાની હોંશિયારી અને વિદ્વતા બતાવવાનો ગર્વ અનુભવે છે ત્યારે પોતાની વિદ્વતાને ભોં મા ભંડારીને લોકોની સેવા કરતા સત્તપુરુષ જેવા ડો . આલોક સાગર ને ખરા હૃદયથી વંદન .
0 ટિપ્પણીઓ
Please do not share links in comment