સત્તાના સિંહાસનની રેસ
એક વાર કુતરા અને ગધેડા વચ્ચે શરત લાગી કે દોડીને જે સત્તાનાં સિંહાસન પહેલાં બેસશે એ રાજસત્તા સંભાળશે..
રેસ ચાલુ થઈ કૂતરો બહુ ખુશ હતો. એણે મનમાં વિચાર્યુ કે હું ગધેડાથી પણ વધારે ઝડપી દોડી શકું છું એટલે આ રેસ તો હું ચપટી વગાડતા જીતી જઈશ અને સત્તાનાં સિંહાસન ઉપર હું જ બેસીશ અને રાજ કરીશ..
બંનેએ દોડવાનું શરૂ કર્યું..પણ કુતરાને ક્યાં ખબર હતી કે એના જ સમાજના ભાઈઓ દરેક ગલી - મોહલ્લા આગળ ઊભાં હશે જે તેને આગળ નહીં જવા દે...આવું જ થયું. જે ગલીના આગળથી પસાર થાય ત્યાં સ્થાનિક કુતરાઓ તેની સામે ભસવા લાગ્યાં અને જાન લેવા હુમલો કરવાં લાગ્યાં.
આમ એ કૂતરો પોતાના સમાજ ના ભાઈઓ સામે લડીને, લોહી લુહાણ થઈને જેમ તેમ કરીને ત્યાં પહોંચી ગયો પણ ત્યાં જઈને જોવે છે તો ગધેડો સત્તાનાં સિંહાસન પર બેસીને રાજ કરી રહ્યો છે.
આ જોઈને હતાશ અને જખ્મી કૂતરો બોલ્યો.."કાશ ! મારા સમાજ ના લોકો મારાથી લડ્યા ના હોત તો તું ગધેડો આ સિંહાસન પર ક્યારે બેસી ના શકયો હોત.
આપણે આજ સુધી સમાજના ભાઈઓના પગ ખેંચતા આવ્યા છીએ.. મૂર્ખ ,ગધેડાઓને સતા સોંપી દઈએ છીએ જેમની ખરેખર પોતાના સમાજના આગેવાન બનવાની ઔકાત ના હોય એ તમારો નેતા બની જાય છે. કેમ ? તો તમે તમારા જ સમાજના ભાઈઓ ના પગ ખેંચવામાં પડ્યા છો એ પછી રાજકીય, સમાજિક કોઈપણ બાબતે દરેક લોકો એકબીજાનાં પગ ખેંચતા જ હોય છે..એમના માટે બે લાઇન.
પોતાના લોકોના પગ ખેંચી આગળ વધવા નથી દેતા, બસ એક બીજા ના પગ ખેંચવામાં જ પડ્યા છો..
સમાજના લોકોના પગ નહીં પણ હાથ પકડો તો કયારે ય બીજા લોકોના પગ પકડીને માથું ઝુકાવાની જરૂર નહીં પડે.
0 ટિપ્પણીઓ
Please do not share links in comment