header

(૬૪) બ્રાહ્મણના પગ,Brahmin's feet

 

(૬૪) બ્રાહ્મણના પગ





                 અકબરને વાતવાતમાં બીરબલની મશ્કરી કરવાની ટેવ પડી હતી. તેથી મોકો મળતાં જ વિચિત્ર સવાલ પૂછતો.

 

            એક વખત બાદશાહે ઠાવકું મોં રાખીને પૂછયું - “બીરબલ  તમારા શાસ્ત્રોએ ગાયને માતા કહી છે, છતાં તું ગાયના ચામડાના જોડા શા માટે પહેરે છે?

 

            આ તે જાણી જોઈને પાપ કર્યું ગણાય....' બીરબરે જરાપણ ખોટું લગાડ્યા વગર એટલી જ ગંભીરતાથી જવાબ આપ્યો - ‘જહાંપનાહ, હું બ્રાહ્મણ છું. શાસ્ત્રોમાં કહ્યું છે કે છે. બ્રાહ્મણનો પગ તીર્થ સમાન છે. એના સ્પર્શથી પ્રાણીની મુક્તિ થઈ જાય છે. તે જ કારણે હું ગાયની ખાલના જોડા પહેરુ છું.’ આ જવાબ સાંભળી બાદશાહ ચુપ થઈ ગયા.


read (૬૩) સૌથી ઉજળુ શું ?






ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ