header

(૬૩) સૌથી ઉજળુ શું ?,What is the brightest?

 

(૬૩) સૌથી ઉજળુ શું ?

 


                એક વખત બાદશાહે દરબારમાં પગ મૂકતાં વેંત દરબારીઓને પૂછ્યું: “સૌથી ઉજળુ શું ?

 

            બધા દરબારીઓ જુદા જુદા જવાબ આપવા લાગ્યા. અર્ધા દરબારીઓ જવાબ આપ્યો કે સૌથી ઉજળુ દૂધ. છેલ્લે જે રહ્યા એ બોલ્યા કે સૌથી ઉજળો ચુનો.

 

        બધાએ જવાબ આપ્યો પણ બીરબલ ચૂપચાપ બેઠો હતો. એને ચૂપ બેઠેલો જોઈ બાદશાહે પુછયું - “જહાંપનાહ, હું તો એમ કહ્યું છે કે સૌથી ઉજળો તો દિવસ છે.”

 

        ‘તારે આ વાત પુરાવા સહીત કરવી પડશે.” બાદશાહ બોલ્યો. “સારું નામદાર, સાબિત કરી દઈશ.' બીરબલ બોલ્યો.

 

        બીજા દિવસે બાદશાહ ભોજન કરીને શયનખંડમાં આરામ કરવા ગયા અને થોડીવારમાં ઉઘી ગયા. બીરબલે બારણા પાસે એક દૂધનો કટોરો, થોડોક કપાસ અને થોડોક ચુનો મૂકી દીધો.પછી જરા પણ અવાજ ન થાય એ રીતે બધા બારી - બારણા બંધ કરી દીધા.

 

        ખંડમાં એકદમ અંધકાર છવાઈ ગયો. બાદશાહ તો ઉઠીને  સીધા બારણા તરફ ગયા. ઠેબુ વાગતા જ દૂધનો કટોરો ઉંધો વળી ગયો. બીજો પગ કપાસ પર પડયો, સહેજ આગળ ચાલ્યા તો ચુના પર પગ પડયો. બાદશાહ તો ઘાંઘાં થઈ ગયા, બહાર બેઠેલા બીરબલે કટોરો ઉંધી વળવાનો અવાજ સાંભળ્યો. એટલે મનોમન એ પોતાની સફળતા પર ભગવાનનો આભાર માનવા લાગ્યા.

 

            બારણું ખોલીને બાદશાહ બહાર આવ્યા. બહાર બીરબલને બઠેલો જોઈએ સમજી ગયા કે આ બધા કારસ્તાન બીરબલના જ છે. પણ એણે આવું શા શામાટે કર્યું હશે ? એ વાત પર ઘણો વિચાર કર્યો પણ કાંઈ યાદ ન આવ્યું. ગઈ કાલની વાત મગજમાંથી સાવ નીકળી જ ગઈ હતી.

 

            બાદશાહે રોષથી બીરબલને આ બધા કારસ્તાન વિષે પૂછયું તો બીરબલ બોલ્યો “જહાંપનાહ, કાલે દરબારમાં તમે સવાલ પુછેલો કે સૌથી ઉજળુ શું? આ સવાલના બધાએ ત્રણ જવાબ આપ્યા હતા. કપાસ, દૂધ, અને ચુનો. મેં એ ત્રણે વસ્તુ અંધારામાં મૂકી પણ તમે એને જોઈ શક્યા. પણ અત્યારે બારણું ખુલ્લું છે એટલે તમે એ ત્રણે વસ્તુ જોઈને શકો છો એનો અર્થ એ થયો કે દિવસ જ સૌથી ઉજળો છે.

 

            બાદશાહ આ જવાબથી દંગ થઈ ગયા.


read (૬૨) થોડી ઘણી






ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ