(૬૨) થોડી ઘણી
એકવાર બીરબલની આઠ વર્ષની
છોકરીએ એક વાર દરબારમાં સાથે જવાની હઠ કરી. આ તો બાળ હઠ. ભલ ભલાને ઝુકવું પડે.
બીરબલ તો છોકરીને લઈને
ગયો દરબારમાં. બાદશાહ પણ છોકરીને જોઈને ઘણા ખુશ થયા અને હસીને પૂછયું - “બેટી, તને
વાત કરતા આવડે છે?'
હા થોડી ઘણી આવડે છે.
છોકરીએ જવાબ આપ્યો.
બાદશાહ એના મધુર અને નમ્ર
અવાજથી ઘણાં ખુશ થયા પણ આ તો બીરબલની બેટી. બાદશાહે એની પરીક્ષા કરવા પૂછ્યું -
બેટી, થોડી ઘણી એટલે કેટલી?'
છોકરીએ એકવાર બાદશાહ સામે
જોઈ ગરદન નીચે કરી લીધી પછી પોતાની બાજુમાં બેઠેલા ત્રણેક વર્ષના છોકરાને તેડી
રમાડવા લાગી.
બાદશાહે માની લીધું કે
છોકરી જવાબ નહીં આપી શકે. એટલે બીરબલ સામે જોઈને બોલ્યા- “તું વારંવાર તારા
સંતાનોની બુદ્ધિના વખાણ કરે છે પણ મને આ છોકરી એટલી બુદ્ધિશાળી લાગતી નથી.' બીરબલ
સમજી ગયો કે છોકરીનો ઈશારો બાદશાહ સમજી શક્યા નથી એટલે એણે સમજાવતા કહ્યું -
જહાંપનાહ ! મારી બેટીએ તો ક્યારનોય તમારા સવાલનો જવાબ આપી દીધો છે. તમે જ નથી
સમજ્યા.. !
ક્યાં આપ્યો ? એ તો
છોકરાને રમાડે છે...' બાદશાહને નવાઈ લાગી. 2
એ જ તમારી વાતનો જવાબ
છે.' બીરબલ હસતા હસતા બોલ્યો. - “મારી બેટીએ પહેલા તમારી તરફ જોયું પછી ગરદન નીચી
કરી લીધી. એનો અર્થ એ થયો કે તમે મારાથી મોટા છો એટલે હું તમારી સાથે થોડી વાતો
કરીશ પછી એ પોતાનાથી નાના છોકરાને તેડી રમાડવા લાગી
એનો અર્થ એ થયો કે પોતાનાથી નાના સાથે એ ઘણી વાતો કરી શકે છે.”
બાદશાહ આ જવાબથી એટલા ખુશ
થઈ ગયા કે બીરબલની બેટીને મોતીની માળા ઈનામમાં આપી દીધી.
read (૬૧) બીરબલને સજા
0 ટિપ્પણીઓ
Please do not share links in comment