(૧૦૫) રાણા પ્રતાપનું પ્રમાણપત્ર
એકવાર તાનસેન અને બીરબલ
વચ્ચે વિવાદ જાગ્યો. તાનસેન કહે- “હું મોટો, બીરબલ કહે હું મોટો.” વિવાદ એટલો વધી
ગયો કે બે પક્ષ પડી ગયા. એક પક્ષ વાળા કહે બીરબલ શ્રેષ્ઠ છે તો બીજા કહે તાનસેન
શ્રેષ્ઠ છે.
વાત બાદશાહના કાને પહોંચી. બાદશાહ પણ મુંઝાઈ ગયા. ફેસલો શું કરો ? જો તાનસેનને શ્રેષ્ઠ કહે તો બીરબલને ખોટું લાગે અને જો બીરબલને શ્રેષ્ઠ કહે તો તાનસેનને ખોટું લાગે. કરવું શું?
આખરે બાદશાહે કંટાળીને
કહ્યું કે તમે બન્ને ઉદેપુર જાવ અને રાણાપ્રતાપ પાસે ફેંસલો કરાવી આવો. રાણા
પ્રતાપ જેને પ્રમાણપત્ર લખી આપે એ શ્રેષ્ઠ.
બીરબલ અને તાનસેન તો
રવાના થયા.
ઉદેપુર પહોંચી રાણા
પ્રતાપના દરબારમાં પગ મુકતાં જ તાનસેને રાગ-રાગણી છેડી. સંગીતની એવી સરવાણી વહેતી
મુકી કે આખો દરબાર “વાહ વાહ' કરવા લાગ્યો. ખુદ રાણા પ્રતાપ પણ તાનસેનના વખાણ કરવા
લાગ્યા.
બીરબલે આ જોયું તો એને
ખાત્રી થઈ ગઈ કે નક્કી તાનસેન મેદાન મારી જશે, માટે કોઈ યુક્તિ કરવી જોઈએ. આમ
વિચારીને એણે તરત જ રાણા પ્રતાપને કહ્યું.
“અન્નદાતા, પ્રમાણપત્ર
લખી આપતા પહેલા મારી વાત સાંભળી લો. દિલ્હીથી અહીં આવતા રસ્તામાં અજમેર આવ્યું.
ત્યાં મેં પુષ્કરજીમાં માનતા માની છે કે જો રાણા પ્રતાપ મને પ્રમાણપત્ર આપે
તો હું સો ગાયનું દાન કરીશ અને તાનસેને દરગાહ પર જઈને એવી મન્નત માની છે કે એ
દરગાહ સાહબ પર સો ગાયની કુરબાની કરશે એટલે હવે સો ગાયને મારવી કે જીવાડવી એ તમારા
હાથમાં છે. ચાહે તો બચાવો, ચાહે તો મારો.”
આ સાંભળતા જ રાણા
પ્રતાપનું દિમાગ એકદમ ફરી ગયું. તત્કાળ તેઓ બોલ્યો - “બીરબલ તાનસેનથી વધુ
બુદ્ધિશાળી છે. હું એને પ્રમાણપત્ર લખી આપું છું.”
બિચારો તાનસેન ચીસો પાડતો
રહ્યો કે અમે લોકોએ એવી કોઈ માનતા નથી માની પણ પ્રતાપે એની વાત જ ન સાંભળી.
જ્યારે ઉદયપુરથી વિજયી
થઈને બીરબલ દિલ્હી પહોંચ્યો અને બાદશાહને બધી વાત કહી તો બાદશાહ પણ એની બુદ્ધિ પર
ખુશ થઈ ગયા.
read (૧૦૪) અર્ધુ ઇનામ
0 ટિપ્પણીઓ
Please do not share links in comment