(૮૮) ચતુર અને મુર્ખ
એક દિવસ દરબારમાં અલક-મલકની વાતો થઇ રહી હતી. એ
વખતે બાદશાહે બીરબલને એક સવાલ પૂછયો-“બીરબલ, ચતુર કોણ અને મૂર્ખ કોણ?”
બીરબલે તરત જવાબ
આપ્યો--“નામદાર, જે માણસ પોતાની ધારણા પુરી પાડવામાં સફળ થાય એ ચતુર અને ધારેલી
ધારણા પાર પાડવા જતા અધવચ્ચે ફસાઇ પડે તે મૂર્ખ ગણાય...”
આવો હાજર જવાબ સાંભળી
બાદશાહ અને દરબારી ઘણું આશ્વય પામ્યા અને બીરબલના બુદ્ધિ કૌશલ્યના ચાર મોઢે વખાણ
કરવા લાગ્યા.
read (૮૭) વનસ્પતિનું બીજ
0 ટિપ્પણીઓ
Please do not share links in comment