(૮૭) વનસ્પતિનું બીજ
બીરબલની ખ્યાતિ દિવસે
દિવસે વધતી જતી હતી અને બાદશાહ દરેક કામ બીરબલને
પૂછીને કરતા હતા. એ જોઈ ઘણા દરબારીઓના પેટમાં તેલ રેડાતું. ઘણા તો એવા પણ હતા જે
બીરબલને કાઢી મુકવા માટે જાત જાતના કાવતરા પણ ઘડતા પણ બીરબણ તેઓને કદી સફળ ન થવા
દેતો.
એકવાર આવા વિઘ્ન સંતોષીઓ
બાદશાહ પાસે ગયા અને અત્યંત મીઠા સ્વરે કહેવા લાગ્યા - ‘નેક નામદાર, તમે દરેક
બાબતમાં બીરબલની જ સલાહ લો છો. શું પૃથ્વી પર એના જેવો કોઈ બુદ્ધિશાળી નથી? અમારી
વિનંતી છે કે તમે કયારેક બીજા વિદ્વાનોની પરીક્ષા લો તો તમને ખબર પડે કે બીરબલ
કરતાય ચઢે એવા અનેક બુદ્ધિરનો દરબારમાં પડયા છે....”
બાદશાહે કહ્યું કે સારું,
વખત આવ્યે પરીક્ષા થઈ જશે. પણ ઘણા સમયથી બીરબલનું માથું નીચું કરે એવો કોઈ
બુદ્ધિશાળી શોધું છું.
બીજા જ દિવસે બાદશાહે દરબારમાં એક પ્રશ્ન પૂછયો વનસ્પતિ માત્રનું બીજ શું? જે કોઇ આ સવાલનો જવાબ આપશે એને બીરબલનું સ્થાન મળશે.”
આ પ્રશ્નનો જવાબ મેળવવા
દરબારીઓએ ઘણી મહેનત કરી પણ જવાબ ન મળ્યો. એટલે બાદશાહે બીરબલને વનસ્પતિ માત્રનું
બી શોધી કાઢવા કહ્યું. બીરબલે તો તરત પાણી મંગાવીને પૃથ્વી પર છાંટતા કહ્યું.
“જહાંપનાહ” આ પાણી જ વનસ્પતિ માત્રનું બીજ છે. કારણકે વનસ્પતિના બીજુ પૃથ્વીમાં
દટાયેલા છે. પરંતુ જ્યારે વરસાદનું પાણી પડે છે ત્યારે તે સર્વ બીજ ઉગી નીકળે છે.
પણ જો પાણી ન મળે તો એક પણ બીજ ન ઉગે માટે પાણી જ વનસ્પતિ માત્રનું બીજ છે.
બીરબલનો પ્રમાણ સહિત આ
જવાબ સાંભળી બાદશાહે અત્યંત પ્રસન્ન થઈ બીરબલના બુદ્ધિ ચાતુર્યને ધન્યવાદ આપ્યા
અને દરબારીઓને કહ્યું કે હવે તમે બધા સારી રીતે સમજી ગયા હશો કે બીરબલ આટલા માટે જ
મને વધુ વહાલો છે. બાદશાહના આવા વચનોથી ઇર્ષાળુ દરબારીઓના મો પડી ગયા.
read (૮૬) અશક્ય કામ
0 ટિપ્પણીઓ
Please do not share links in comment