(૮૬) અશક્ય કામ
એક વખત બાદશાહને એક
વિચિત્ર તુક્કો સુઝાયો. બીરબલને હુકમ કરતા કહ્યું - “બીરબલ, દિલ્હીમાં જેટલા
મુસલમાન હોય એ બધાને હિંદુ બનાવી દે.”
બીરબલ વિચારમાં પડી ગયો
કે આ કામ અશકય છે પણ બાદશાહને ના કેમ પડાય ?
બીરબલે તો બાદશાહ પાસે આઠ દિવસની મુદત માગતા કહ્યું કે આઠ દિવસમાં આ કામ પાર
પાડીશ. એ માટે દશ હજાર રૂપિયા જોઇએ.
બાદશાહે તરત ખજાનચી પાસેથી દશહજાર રૂપિયા અપાવ્યા. એ બધા પૈસા ધર્મકાર્યમાં વાપરી બીરબલ આઠમા દિવસે એક ગધેડાને લઈને યમુના નદીએ ગયો. બાદશાહની સવારી રોજ ત્યાંથી પસાર થતી હતી. બીરબલ તો એક સુગંધી સાબુથી ગધેડાને નવડાવવા લાગ્યો. થોડીવારે બાદશાહની સવારી ત્યાંથી નિકળી. બીરબલને ગધેડાને નવડાવતો જોઈ બાદશાહના વિસ્મયનો પાર ન રહ્યો. તરત પૂછ્યું-“આ શું કરે છે બીરબલ?” નેક નામદાર.. બીરબલ બોલ્યો-“આ ગધેડાને નવડાવીને એનો ઘોડો બનાવું છું...”
આ સાંભળી બાદશાહ ખડખડાટ
હસી પડતા બોલ્યો-“અરે ગાંડા, ગધેડા તે કદી ઘોડા થતા હશે?' જવાબમાં બીરબલ બોલ્યોબે
અદબી માફ જહાંપનાહ, પણ જયારે મુસલમાનો હિંદુ બની શકે તો પછી ગધેડા ઘોડા કેમ ન બની
શકે ?”
બીરબલના આવા મર્મભર્યા
વચન સાંભળી બાદશાહ હસી પડયો અને બીરબલની અજબ ચાતુરી નિહાળી એને ધન્યવાદ આપવા
લાગ્યો.
read (૮૫) ચાતુર્યની કસોટી
0 ટિપ્પણીઓ
Please do not share links in comment