(૮૫) ચાતુર્યની કસોટી
એક વાર બીરબલ સખ્ત બીમાર
પડયો. એક સપ્તાહ સુધી દરબારમાં ન આવ્યો. તેથી બાદશાહને ચિંતા થઇ અને સેવકો સાથે
બીરબલની ખબર પૂછવા ગયો. બાદશાહ જાતે ખબર પૂછવા આવ્યા તેથી બીરબલને ઘણો આનંદ થયો. બાદશાહે તબીયતના હાલ પૂછયા પછી દવાની વાતો
કરી. એટલામાં બીરબલને હાજતે જવાનું થયું એટલે એ હાજતે ગયો.
આ બાજુ બાદશાહ વિચાર કરવા
લાગ્યો કે બીમારીમાં બીરબલની બુદ્ધિ ઘટી તો નથી ગઇએ? લાવ પારખુ કરી જોવું. આમ
વિચારી બાદશાહે કાગળની ચાર ચીઠી બનાવી અને બીરબલ જે પલંગ પર સુતો હતો એના પાયા
નીચે મુકી દીધી. પછી શાંતિથી બેસી ગયો.
થોડી વારે બીરબલ પાછો
આવ્યો અને પલંગમાં સુતો. એ સમજી ગયો કે બાદશાહે પલંગ ખસેડયો છે. તેથી ચકળ - વકળ
નજરે આમ તેમ જોવા લાગ્યો એટલે બાદશાહે પૂછયું - “શું શોધે છે બીરબલ ?”
કાંઈ નહીં જહાંપનાહ....'
બીરબલ બોલ્યો--કાંતો મારો પલંગ કાગળવા ઉચો થઈ ગયો છે અને કાં તો છત કાગળવા નીચી
આવી ગઇ છે...” 9
આ સાંભળી બાદશાહને ખાત્રી
થઇ ગઇ કે બીરબલ ભલે માંદો પડ્યો પણ એની બુદ્ધિ હજુ એવી ને એવી સતેજ છે.
read (૮૪) કોણ અપશુકનિયાળ
0 ટિપ્પણીઓ
Please do not share links in comment