header

(૭૧) સોબતની અસર,The companionship effect

 

(૭૧) સોબતની અસર

 


                મૈત્રીના તાંતણે બંધાઈ ચુકેલા બાદશાહ અને બીરબલ એટલા નજીક આવી ગયા હતા કે જરાય સંકોચ વગર વાતો કરતા. એકવાર વાત વાતમાં બીરબલ ગાળ બોલી ગયો. ગાળ બોલ્યા પછી પસ્તાવો થયો. પણ હવે શું થાય? બોલેલા શબ્દો કાંઈ પાછા ખેંચાય.... બાદશાહને તો બીરબલને સંભળાવવાનો લાગ મળી ગયો. તરત કહેવા લાગ્યા - “હવે તો તારામાં બોલવાની તમીજ પણ નથી રહી. દિવસે દિવસે તું બદતમીઝ થતો જાય છે...”

 

                હાં જહાંપનાહ....” બીરબલ બોલ્યો - “પહેલા હું આવો ન હતો. પણ સોબત તેવી અસર થાય એ સ્વાભાવિક છે. કહેવત છે ને કે કાળિયા સાથે ધોળિયો બાંધો. વાન ન આવે પણ સાન તો આવે જ....'

 

                બાદશાહ માટે આગળ કાંઈ બોલવા જેવું ન રહ્યું.

read (૭૦) પ્રતાપનું ચિત્ર





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ