header

(૭૦) પ્રતાપનું ચિત્ર,Picture of Pratap

 

(૭૦) પ્રતાપનું ચિત્ર




            બીરબલ અકબરને રાજી રાખતા. તેથી એ અકબરને ઘણો વહાલો હતો. બીરબલ પર બાદશાહના ચાર હાથ હતા પણ બીરબલની એક વાત બાદશાહને જરા પણ ન ગમતી. બીરબલ વાત વાતમાં રાણા પ્રતાપના વખાણ કરવા લાગી જતો. બસ આ વાત જ બાદશાહને ખટકતી. પોતાના દુશ્મનના કોઈ વખાણ કરે એ કેમ સહન થાય? વળી બીરબલ અન તો પોતાનું ખાતો હતો તો પછી એનાથી દુશ્મનના વખાણ થાય જ કેમ?

 

            એકવાર બીરબલને પાઠ ભણાવવા માટે બાદશાહે રાણા પ્રતાપનું ચિત્ર પાયખાનામાં મુકાવ્યું અને બીરબલ પર આની શું અસર થાય છે એ જોવા લાગ્યા. બીરબલે પાયખાનામાં રાણાપ્રતાપનું ચિત્ર જોયું તો એ સમજી ગયો કે પોતે રાણા પ્રતાપના વખાણ કરે છે એ ગમતા નથી અને આ રીતે બાદશાહ રાણા પ્રતાપનું અપમાન કરવા ઈચ્છે છે.

 

            તો પણ બીરબલ ઠાવકું મોં રાખી બાદશાહ પાસે આવ્યો અને ગંભીરતાથી પૂછવા લાગ્યા - “જહાંપનાહ, હમણાં હમણાં આપને કબજીયાતની તકલીફ હોય એવું લાગે છે....”

 

            “ના રે ના.” બાદશાહ બોલ્યો – ‘પણ તે એમ કેમ માની લીધું?

           

             પાયખાનામાં મેં રાણા પ્રતાપનું ચિત્ર જોયું એટલે..…” બીરબલે ગંભીર ચહેરે જવાબ આપ્યો - પ્રતાપને જોયા પછી ભલભલાને ઝાડા થઈ જાય છે. મને એમ કે તમારે પેટ સાફ કરવું હશે....”

          

              બિચારો બાદશાહ શું જવાબ આપે? તત્કાળ પાયખાનામાંથી રાણા પ્રતાપનું ચિત્ર હટાવી લીધું.


read (૬૯) ઝક મારે છે






ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ