(૧૧૭) દીપક તળે અંધારું
એક દિવસ અકબર બાદશાહ
બીરબલ સાથે પોતાના કિલ્લાની સૌથી ઉંચી છત પર બેસીને ઠંડી હવાની મોજ માણી રહ્યા હતા. ત્યાં જ એમની નજર થોડે દૂર ત્રણ-ચાર ચોર એક મુસાફરને
લુંટી રહ્યા હતા એ દ્રશ્ય પર પડી.
મુસાફરે ખુબ હાથ-પગ
પછાડ્યા પણ એનું કાંઈ ન ચાલ્યું. બધું ધન લુંટાઈ જતા એ મુસાફરે બાદશાહના કિલ્લા
પાસે આવીને ઘા નાખી ‘ઘણા દુઃખની વાત છે. નામદારની નજર સામે હું લુંટાઈ ગયો. ચારે
ચોર મારું બધું લઈ ગયા.”
બાદશાહને એ મુસાફરનો કરુણ
પોકાર સાંભળીને ઘણું દુઃખ થયું. એમણે બીરબલને બોલાવીને ધમકાવતા પૂછ્યું
બીરબલ, બસ આજ છે તમારા
બધાનો બંદોબસ્ત? મારી આંખો સામે મુસાફર લુંટા જાય છે તો મારી આંખ પાછળ શું થતું
હશે ?'
બીરબલે તત્કાળ જવાબ દીધો-
બાદશાહ સલામત, શું તમે
જાણતા નથી કે દીપક બીજાને
અજવાળું આપે છે પરંતુ દીપક તળે હંમેશા અંધારું જ રહે છે...”
બાદશાહ બીરબલની વાત
સાંભળીને મૌન થઈ ગયા.
read (૧૧૬) બાદશાહની કીમત
0 ટિપ્પણીઓ
Please do not share links in comment