header

(૧૧૪) સંસારનો ઉપકાર,The favor of the world

 (૧૧૪) સંસારનો ઉપકાર



 

            એક દિવસ તો જાણે કમાલ જ થઈ ગઈ. ખુબજ વિચાર કર્યા પછી અકબર બાદશાહે એવો નિર્ણય કર્યો કે બે મહીનાનો એક મહીનો બનાવી દેવો અને વર્ષ છ મહીનાનું બનાવી દેવું. જેથી દુનિયા રહે ત્યાં સુધી લોકો “અકબરી વર્ષ ને યાદ કરે.

 

            આ વિષે ચર્ચા કરવા બાદશાહે તત્કાળ બીરબલને તેડું મોકલ્યું, જેથી જો બીરબલ હા પાડે તો આવતી કાલથી જ આ કાયદો અમલમાં મુકી શકાય.

               બીરબલ તત્કાળ હાજર થતા બોલ્યો- તમે આ નાચીઝને શા માટે યાદ કર્યો બાદશાહ સલામત? મારું શું કામ પડ્યું?' “મેં તને એટલા માટે બોલાવ્યો છે બીરબલ કે હું તારી પાસે એક સલાહ લેવા ઇચ્છું છું.” અકબર બાદશાહે કહ્યું.

 

            જવાબમાં બીરબલે કહ્યું - “જેટલી નાની અક્કલ છે આલી જાહો, એટલી જ મોટી સલાહ આપી શકીશ ફરમાવો...” બીરબલ હું ઇચ્છું છું કે બે મહીનાનો એક મહીનો બનાવી દેવો અને છ મહીનાનું એક વર્ષ બનાવી એને અકબરી વર્ષ” નામ આપવું. અકબરે ગર્વથી કહ્યું.

 

            વાહ! ઘણું સરસ! ઘણું સરસ! તમે ખરેખર મહાન છો અન્નદાતા. તમારી કુશાગ્ર બુદ્ધિનો જવાબ નથી. આ પહેલા કોઈ બાદશાહને તમારા જેવો ક્રાંતિકારી વિચાર નથી આવ્યો. બીરબલે મુક્તકંઠે બાદશાહના વખાણ કરતા આગળ કહ્યું - “એક રીતે તમે આ સમગ્ર સંસાર પર મોટો ઉપકાર કરી રહ્યા છો કારણકે તમે બે મહીનાનો એક મહીનો બનાવશો એટલે ચાંદની રાત પણ પંદર દિવસના બદલે એક મહીનો રહેશે.” - 9

 

            બીરબલનો આ વ્યંગ સાંભળી બાદશાહ સમજી ગયો કે એવું કરવાની પોતાની શક્તિ નથી. એટલે એ ભોંઠા પડી ગયા અને ફરી કદી એવો વિચાર ન કર્યો.


read (૧૧૩) અકબરની બાદશાહી









ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ