header

(૧૦૭) ચુડીઓ કેટલી ?,How much are the pants?

 

(૧૦૭) ચુડીઓ કેટલી ?

 


            અકબર બાદશાહને વાત વાતમાં વિચિત્ર પ્રશ્નો પૂછવાની આદત હતી. એક વખતે રાજના કામમાંથી પરવાર્યા પછી અકબરે  પૂછ્યું- “બીરબલ, તું તારી પત્નીનો હાથ દિવસમાં એક-બે વાર તો જરૂર પંપાળતો હોઈશ...”

 

            જી જહાંપનાહ...? બીરબલે ધીમેથી જવાબ આપ્યો.

 

            બાદશાહે મૂછમાં હસતા વાત આગળ ચલાવી -“તો તો તને એ વાતની જરૂર ખબર હોવી જોઈએ કે તારી પત્નીના હાથમાં કેટલી ચુડીઓ છે?”

 

            બીરબલ આ સાંભળીને મુંઝવણમાં મુકાઈ ગયો. ન તો પહેલા કદી બાદશાહે આવો સવાલ પૂછયો હતો, ન તો આજ સુધી બીરબલે પત્નીના હાથી ચુડીઓની કદી ગણતરી કરી હતી.

 

            સાચી વાત તો એ હતી કે બીરબલ જુઠું પણ બોલવા ઇચ્છતો ન હતો. એટલે થોડીવાર વિચાર કરીને એણે જવાબ આપ્યો.

 

            જહાંપનાહ, સાચી વાત તો એ છે કે હું મારી પત્નીનો હાથ તો દિવસમાં એકાદ વાર જ પંપાળુ છું, પણ તમે તો દિવસમાં દશ વાર તમારી દાઢી પંપાળો છો. ભલા તમે જ કહો કે તમારી દાઢીમાં વાળ કેટલા છે?

 

            આ સવાલથી બાદશાહ ચુપ થઈ ગયો.


read (૧૦૬) સૌથી પ્યારી ચીજ











ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ