(૯૭) બીરબલની ચતુરાઈ
એક દિવસ બાદશાહ અને બીરબલ
નગર ચર્ચા જોવા નીકળ્યા. ફરતા ફરતા નગરના ચોકમાં આવ્યાં. એક ડોશી તલવાર પકડીને ઊભી
હતી. બાદશાહે જોયું કે ડોશી સાવ ચિંથરે હાલ હતી. તેથી બાદશાહને દયા આવી અને કહ્યું
- “જરા દેખાડ તો કેવીક તલવાર છે.”
ડોશી એ તલવાર આપી.
બાદશાહે મ્યાનમાંથી તલવાર કાઢી તો સાવ કટાઈ ગયેલી અને બુટ્ટી હતી. એટલે બાદશાહે
તલવાર પાછી આપી દીધી તો બીરબલે તરત તલવાર લઈ લીધી અને ધ્યાનમાંથી કાઢીને તલવાર
તપાસવા લાગ્યો. આ જોઈ બાદશાહ ગુસ્સાથી બોલ્યા- “બીરબલ, મેં તલવાર બદલાવી નથી લીધી.
એ જ તલવાર પાછી આપી છે. છતાં આમ ધારી ધારીને શું જુએ છે?”
બીરબલ તરત નમ્ર અવાજે
બોલ્યો - હું એ નથી જોતો. હું તો એ જોઉ છું કે તલવાર સોનાની કેમ નથી થઈ ગઈ? તમે તો
પારસમણ્ છો. તમારા સ્પર્શથી તો તલવાર સોનાની થઈ જ જવી જોઈએ.”
આ સાંભળી બાદશાહ ખુશ થયો
અને તલવાર ખરીદી લીધી. બીજા દિવસે ગરીબ ડોશીને દરબારમાં બોલાવી તલવારની ભારોભાર
સોનું આપ્યું.
ડોશીએ અંતરથી બીરબલને
આશિષ આપ્યા અને પોતાને ઘેર ગઈ.
read (૯૬) કોનો હાથ ઉપર ?
0 ટિપ્પણીઓ
Please do not share links in comment