(૯૬) કોનો હાથ ઉપર ?
એક વખત બાદશાહે બીરબલને
પૂછ્યું- બીરબલ, જગતમાં દાન કે વસ્તુ આપનાર નો હાથ ઉપર અને દાન લેનારનો હાથ નીચો
હોય છે પણ કોઈ સમયે એવું બને છે કે દાન દેનારનો હાથ નીચે અને દાન લેનારનો હાથ ઉપર
હોય ?”
આ વિચિત્ર સવાલ સાંભળી
બીરબલ ઘડીક વિચારમાં પડી ગયો- “નામદાર, છીંકણી આપતી વખતે દેનારનો હાથ નીચે હોય અને
લેનારનો હાથ ઉપર હાથ.”
આ હાજર જવાબથી બાદશાહ અને
દરબારી છક થઈ ગયા.
read (૯૫) નમક હરામ કોણ ?
0 ટિપ્પણીઓ
Please do not share links in comment