(૯૫) નમક હરામ કોણ ?
એક વખતે બાદશાહે બીરબલને
પૂછયું - બીરબલ, નમકહરામ કોણ અને નમકહલાલ કોણ ?
આ સવાલ સાંભળી બીરબલ
બોલ્યો - “સરકાર, નમક હલાલ એક કૂતરી કહેવાય. જેના ઘરનું અન ખાય છે તેને પોતાનો
પ્રાણ જતા સુધી ઈજા આવવા ન દે. કદાચ એક વખત તેને ખાવા ન આપીએ તો પણ તે નમકહરામ ન
થાય અને નમકહરામ છે એક જમાઈ, કારણ કે તેને ગમે તેટલુ ધન આપો તો પણ તેને સંતોષ થતો
નથી. દરરોજ મન મનાવવા છતાં પણ જરાક વચકું પડે તો કોઈ સંબંધ જ ન હોય એમ રિસાઈ જાય
છે. જમાઈ તો દશમો ગ્રહ ગણાય છે.”
આ જવાબથી બાદશાહ ખુશ થઈ
ગયો.
read (૯૪) બોલવાની કળા
0 ટિપ્પણીઓ
Please do not share links in comment