(૬૫) બસ ત્યારથી
એક દિવસ બાદશાહે બીરબલને
કહ્યું - “બીરબલ, મેં એવું સાંભળ્યું છે કે તારી પત્ની ઘણી રૂપાળી છે. શું સાચી
વાત છે. ?” બાદશાહને એમ કે આવો સવાલ પૂછવાથી બીરબલ સમસમી ઉઠશે. પણ બીરબલનું તો
રૂંવાડુંય ન ફરક્યું.એ તો હસતા હસતા બોલ્યો -
જહાંપનાહ! હું પણ પહેલા
તમારી જેમ જ વિચારતો હતો પણ જ્યારથી બેગમ પર મારી નજર પડી છે ત્યારથી હું એને ભૂલી
જ ગયો છું. બેગમ પાસે તો મારી પત્નીનું રૂપ સાવ ઝાંખું પડીજાય.”
બીરબલના આ જવાબથી બાદશાહ
કાપો તો લોહી ન નીકળે એવો થઈ ગયો.
read (૬૪) બ્રાહ્મણના પગ
0 ટિપ્પણીઓ
Please do not share links in comment