(૧૦૯) જીંદગી એ ન્યાય .
એક દિવસ બાદશાહ અકબર
પોતાના દરબારી રત્નબીરબલ સાથે ફરવા નીકળ્યા. બને એ વેશ પલટો કર્યો હતો જેથી કોઈ
એમને ઓળખી ન શકે. ચાલતા ચાલતા બન્ને શહેરની બહાર પહોંચી ગયા. રસ્તામાં બાદશાહે
જોયું તો એક કૂતરો રોટલી ખાઈ રહ્યો હતો, જે બળી ગયેલી હતી. છતાં કૂતરો ભૂખ્યો
હોવાથી આરામથી ખાઈ રહ્યો હતો.
અચાનક બાદશાહને બીરબલની
મશ્કરી કરવાનું મન થયું. તેથી તેઓ બોલ્યા- “બીરબલ, જો કૂતરો કાળીને ખાઈ રહ્યો છે
!” બીરબલની માતાનું નામ કાળી હતું. એ સમજી ગયો કે બાદશાહ મજાક કરી રહ્યા છે. છતાંય
એ જરાપણ રોષે ભરાયા વગર હસતા હસતા બોલ્યો -
આલમપનાહ, એના માટે એજ
જીંદગી અને ન્યામત છે.” જામત” બાદશાહની માતાનું નામ હતું. બીરબલના જડબાતોડ જવાબથી
બાદશાહ ચુપ થઈ ગયો.
0 ટિપ્પણીઓ
Please do not share links in comment