header

(૧૦૨) સિંહ અને પિંજરુ,The lion and the cage

 

(૧૦૨) સિંહ અને પિંજરુ

 


            જુના જમાનામાં બાદશાહ એકબીજાની બુદ્ધિની પરીક્ષા લેતા. એકવાર ફારસના બાદશાહ અકબરનું માથું નીચું કરવા માટે એક સિંહ બનાવરાવ્યો અને એને એક પિંજરામાં પૂરી એ પિંજરું એક રાજદૂત સાથે બાદશાહ અકબરના દરબારમાં મોકલ્યું. સાથે સાથે કહેવડાવ્યું કે જો એમના દરબારમાં કોઈ બુદ્ધિમાન પુરુષ હોય તો સિંહને પિંજરું ખોલ્યા વગર કે સિંહને હાથ લગાવ્યા વગર ભસ્મીભૂત કરી નાંખે. સાથે જ એ શર્ત પણ ફારસના બાદશાહની હતી કે જો આ કામ નહીં થાય તો અકબર લાખ રૂપિયા હારી જશે.

 

            અકબરની ચિંતાનો પાર નથી. લાખ રૂપિયા જાય એનો સવાલ ન હતો પણ નાક જાય એની ચિંતા હતી. એજ વખતે બીરબલ ત્યાં આવ્યો. બાદશાહે એની સામે પણ આ સવાલ મુક્યો. પહેલા તો બીરબલે ધ્યાનથી સિંહને જોયા પછી પાંજરાની ચારે બાજુ લાકડા ગોઠવી આગ ચાંપી. થોડી જ વારમાં સિંહને પાંજરામાંથી ગાયબ કરી દીધો. કારણ એ હતું કે સિંહ લાગતો હતો કોઈ ધાતુનો. પણ ખરેખર ધાતુનો ન હતો. એ તો મણનો હતો. આ વાત બીરબલ જાણી ગયો અને ગરમીથી મીણ પીગાળી નાખ્યું.

 

            ફારસનો રાજદૂત બીરબલની બુધ્ધિ જોઈને દંગ થઈ ગયો. તરત લાખ રૂપિયા ગણી દીધા.

 

               બાદશાહના આનંદનો પણ પાર ન રહ્યો.


read (૧૦૧) બાદશાહનો શિકારનો શોખ








ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ