(૧૨૨) સિદ્ધાંતની વાત
અકબર બાદશાહ એક દિવસ નાગા
બાવાની જમાત જોઈને થોડા ભ્રમમાં પડી ગયા અને બીરબલને પૂછયું- બીરબલ, એક વાત જણાવ
કે સંસારમાં કોણ સુખી છે? હું સંસારમાં મનુષ્યોનો નગ્નવેષ અને પૂજાના વિભિન્ન ઉપાય
જોઈ ગુંચવણમાં પડી ગયો છું. તું પંડિત અને
જ્ઞાની છે. એટલે મારી શંકાનું સમાધાન કર..” બીરબલે તરત જવાબ આપ્યો-“બાદશાહ સલામત,
આ વાતનો નિર્ણય મનુષ્યના મર્યા પછી થાય છે.”
બાદશાહ વધુ સંદિગ્ધ થઈ
ગયા અને બીરબલને આનું કારણ પૂછયું તો બીરબલ બોલ્યા- “નામદાર ! જેને આપણે આજ સુધી
જોઈએ છીએ એજ વિપત્તિમાં પડીને પદ દલિત થઈ જાય છે. ત્યારે આવી દશામાં જીવતે જીવ કોઈ
મનુષ્યને સુખ યા દુઃખ વ્યાપ્ત રહે છે ત્યારે એમને પણ સુખી ન કહી શકાય. મારા
સિદ્ધાંતની વાત તો એ છે કે જે મનુય સુખપૂર્વક મરે એને જ સુખી કહેવો યોગ્ય છે.”
બીરબલનો આ જવાબ સાંભળીને
બાદશાહ પૂર્ણપણે સંતુષ્ટ થઈ ગયા.
read (૧૨૧) એકરાર
0 ટિપ્પણીઓ
Please do not share links in comment