(૭૫) અકબરનું નામ
એક દિવસ અકબર બાદશાહને
વિચાર આવ્યો કે હિન્દુઓ શુભ અવસર પર શરૂઆતમાં રામ નામ વગેરે લખે છે પણ એના બદલે
મારું એટલે કે અકબરનું નામ લખવું એવો કાયદો ઘડાવું.
પહેલા તો આ વિચાર આવ્યો
પછી બાદશાહે મનોમન ખુબ તર્ક વિતર્ક કર્યા પછી વિચાર્યું કે આ વિષે બીરબલ હા પાડે
તો તત્કાળ કાયદો જાહેર કરી દઉં.
બાદશાહે બીરબલને બોલાવીને
બધી વાત કરી. બીરબલથી ના તો પડાય નહીં, એટલે એ તો હસતા બોલ્યો - “ધન્ય છે તમારી
બુદ્ધિને બાદશાહ સલામત. તમને આ વિચાર પહેલા કેમ ન આવ્યો? આ તો શુભ કામ છે. ધર્મના
કામમાં ઢીલ શાની? કાલે જ ઢંઢેરો પીટાવી દો.... “પણ...”
બીરબલે જાણી જોઈને વાત
અધુરી છોડી દીધી.
‘પણ શું?' બાદશાહે
જીજ્ઞાસાથી પૂછ્યું.
જહાંપનાહ, વાત એમ છે કે
મારા આનંદનો પાર નથી. રામ નામે પથ્થર તર્યા હશે કે નહીં એ તો કોઈએ જોયું નથી પણ
હવે અકબરના નામે પથ્થર તરશે એ તો બધા જોશે, હું પણ જોઈશ....'
આ સાંભળીને બાદશાહ એવો
ભોંઠો પડી ગયો કે ફરી કદી રામનામના બદલે પોતાનું નામ લખવાનો વિચાર જ ન કર્યો.
read (૭૪) નોકર કોનો ?
0 ટિપ્પણીઓ
Please do not share links in comment