(૭૪) નોકર કોનો ?
એકવાર બાદશાહને રિંગણાનું
શાક એવું ભાવ્યું કે બીરબલ પાસે રીંગણાના વખાણ કરવા લાગ્યા તો બીરબલ પણ હા એ હા
કરવા લાગ્યા તો અને રીંગણાના રૂપ, રંગ, સ્વાદ,ગુણ, સુંવાળપ વગેરેના ખુબ વખાણ
કર્યા.
એક દિવસ બીવાળા રીંગણાનું
શાક બાદશાહને ન ભાવ્યું ને બાદશાહે બીરબલ પાસે રીંગણાની નિંદા કરી તો બીરબલે પણ
નિંદા કરી અને કહેવા લાગ્યો કે રીંગણા તો ખવાય જ નહીં.ગરમ પડે, વળી પીત્ત પણ થાય,
રંગે કાળાને વળી કાંટાવાળા.
બાદશાહ વિચારમાં પડી જતા
બોલ્યો - “તું ય ખરો માણસ છે બીરબલ. એ દિવસે મેં રીંગણાના વખાણ કર્યા તો તે મારાથી
બમણા વખાણ કરેલા અને આજ નિંદા કરી તો તું પણ નિંદા કરી રહ્યો છે.
બીરબલે તત્કાળ જવાબ દીધો
- “જહાંપનાહ, હું તમારો નોકર છું, રીંગણાનો નહીં.”
આ જવાબ સાંભળી બાદશાહ ખુશ
થઈ ગયા.
read (૭૩) સૌથી મોટું કોણ
0 ટિપ્પણીઓ
Please do not share links in comment