header

(૭૯) નવો દિવાન,New Diwan

 

(૭૯) નવો દિવાન

 


            એક દિવસ બાદશાહ બીરબલ પર એટલા બધા નારાજ થઈ ગયા કે બીરબલને દેશ નિકાલની સજા આપી દીધી અને કહ્યું કે ફરી કદી મને મોટું ન દેખાડતો. બીરબલ તો તરત ચાલતો થયો પણ શહેર છોડીને જવાના બદલે એ વેષ બદલીને શહેરમાં જ રહેવા લાગ્યો અને ઘણીવાર દરબારમાં જવા લાગ્યો.

 

            થોડા દિવસ વીત્યા એટલે બાદશાહને બીરબલની ગેરહાજરી

 

        ખટકવા લાગી. બીરબલ વગર બાદશાહનું દિલ કોણ બહેલાવે? બાદશાહે બીરબલને શોધવા ચારે દિશામાં માણસો મોકલ્યા પણ ક્યાંય પત્તો ન લાગ્યો. આખરે નિરાશ થઇને એમણે ઘોષણા કરી કે જે કોઇ મહીના સુધી દરબારમાં બધા સવાલોના જવાબ આપશે એને દીવાનનું પદ મળશે.

            દીવાનનું પદ કોને ન ગમે ? બધાએ પોતપોતાનું ભાગ્ય અજમાવ્યું પણ બધા સવાલોના જવાબ આપે એવું સામર્થ્ય કોઇનામાં ન હતું. એક પછી એક બધા મંત્રી અને વિદ્વાન સવાલ પૂછતા.

 

            સૌથી પહેલા ટોડરમલે પૂછયું-“સાચો સાક્ષી કોણ છે? ઈશ્વર...જવાબ મળ્યો.

 

              બીજો સવાલ એ પૂછાયો કે આ નશ્વર સંસારમાં સર્વશ્રેષ્ઠ વસ્તુ શું છે? ફરી એ જ ખુણામાંથી જવાબ આવ્યો ધર્મ..”

 

                ત્રીજો સવાલ હતો-બસોનાની સૌથી મોટી ખાણ કઈ છે? કોલારની ખાણ....' એજ અવાજ ગુંજ્યો.

 

                   કઈ એવી ચીજ છે, જે ગયા પછી પાછી નથી આવતી? ચોથો 9

 

            સવાલ પૂછાયો તો બધાએ એજ અવાજ સાંભળ્યો-- પ્રાણ...” પાંચમો સવાલ પૂછાયો--“સંસારની સ્થિતી ક્યાં સુધી છે?” થોડીવાર સુધી દરબારમાં સન્નાટો છવાયેલો રહ્યો પછી એજ પરિચિત અવાજ ગુંજયો-“મોત સુધી...” 9

 

            બધા જવાબ એક પ્રૌઢ દ્વારા અપાયા હતા. જેની દાઢી લાંબી હતી, મૂછો મોટી હતી અને બાંધો પાતળો હતો.

 

                પોતાના બધા પ્રશ્નોના સાચા જવાબ મળતા ટોડરમલે એ પ્રૌઢ સામે હાર સ્વીકારી લીધી. ત્યારબાદ તાનસેને સવાલો પૂછવાનું શરૂ કર્યું. ફાગ અને રાગમાં શું ફર્ક છે?

 

                પ્રૌઢે તરત જવાબ આપ્યો-“જેટલો ફર્ક નાગ અને કાગમાં છે.” તાનસેને બીજો સવાલ પૂછયો-બાદશાહના ક્રોધનું સ્વરૂપ શું છે ?'

            ભડકેલી આગ પ્રોઢે જવાબ આપ્યો.

 

                બળને કોણ મદદ કરે છે?” તાનસેને ત્રીજો સવાલ પૂછયો. “સાહસ'પ્રોઢે તત્કાળ જવાબ આપ્યો.

 

            બધાજ સવાલોના જવાબ મળી જતા તાનસેનને પણ બેસી જવું પડયું.એટલે ફીજી સવાલો પૂછવા ઉભા થયા અને પહેલો પ્રશ્ન પૂછયો- ‘ઉમરથી અધિક ચાલ કોની ?'

 

                “મનની પ્રૌઢે જવાબ મળ્યો.

 

                સંસારમાં સૌથી મોટું છે ?' ફૌજી એ ત્રીજો સવાલ પૂછયો. ‘ગર્ગ' પ્રૌઢે જવાબ આપ્યો.

 

                એ પ્રૌઢ દાઢીવાળાની ધાક જામી ગઈ હતી. બધાએ કહ્યું કે આ માણસ બીરબલને પણ પાછળ રાખી દે એવો છે, માટે એને દીવાનનું પદ આપવું. આ વાત સાંભળી રાજા માનસિંહ એને ડરાવવા અને નિષ્ફળ બનાવવા માટે અચાનક ઉભા થયા અને ઝડપથી પૂછયું-“રાજની અમૂલ વસ્તુ શું છે?”

 

                પ્રૌઢે પણ એટલી જ ઝડપથી જવાબ આપ્યો-“રાજનીતિ....” 

 

                સૌથી નીચ અને હીન દશા કઈ છે?” માનસિંહે પૂછયું. “એટલી, જેટલા શરીરમાં રોગ છે. જો વિશ્વાસ ન હોય તો ગણાવી લો પ્રોઢે ઘણી સરળતાથી જવાબ દીધો.

 

            પોતાના સવાલોનો સાચો જવાબ મળતાં રાજા માનસિંહ શરમથી નીચું જોઇને પોતાના આસન પર બેસી ગયા હતા. કોઇનામાં પ્રશ્ન પૂછવાની હિંમત ન હતી એટલે પ્રૌઢને વિજયી જાહેર કરાયો.

 

            બાદશાહે એને આદરથી પોતાનો નજીક આસન આપ્યું. લોકો આશ્ચર્યથી દાંતો તળે આંગળી દબાવતા હતા પણ જયારે એ પ્રૌઢને પરિચય આપવાનું કહ્યું ત્યારે પ્રૌઢ દાઢી કાઢી નાખી. બધા આશ્વર્યથી જડ જેવા થઈ ગયા કારણકે એ પ્રૌઢ બીજો કોઈ નહી બીરબલ જ હતો. બાદશાહ પ્રેમમાં એવા ગદગદ થઇ જ ગયા કે ક્યાંય સુધી પોતાની જાતને ભુલી ગયા.


read (૭૮) ઇશ્વર અને બાદશાહ





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ