header

(૮૦) પ્રારબ્ધ કે પુરુષાર્થ,Prarabdha or Purushartha

 

(૮૦) પ્રારબ્ધ કે પુરુષાર્થ

 


            એક વખત બાદશાહે બીરબલને પૂછયું-“પ્રારબ્ધ મોટું કે પુરૂષાર્થ મોટો ?'

 

            બીરબલે જવાબ આપ્યો-પુરુષાર્થ કરતા પ્રારબ્ધ મોટું છે. કારણ કે પ્રારબ્ધ સાથ આપે તો જ પુરુષાર્થ સફળ થાય. ગમે તેટલી મહેનત કરો પણ પ્રારબ્ધ જ બળવાન છે.”

 

            બીરબલનો આવો જવાબ સાંભળી બાદશાહ બોલ્યો--આ વાતની સાબિતી આપે તો હું સાચુ માનું.”

 

            જવાબમાં બીરબલે કહ્યું કે સમય આવ્યે સાબિત કરી દઇશ. બીજા દિવસે બીરબલ અને બાદશાહ જંગલમાં ફરવા ગયા ત્યાં બપોર થઈ એટલે એક ગુફાની છાયામાં વિશ્રામ કરવા બેઠા. બને ભુખ્યા થયા હતા. કકડીને ભૂખ લાગી હતી. બાદશાહ વિચાર કરવા લાગ્યો કે અહીં બેઠા બેઠા તો ભુખ્યો મરી જઇશ. અહીંથી ઉઠીને કયાંક જઉ અને ખોરાક શોધુ તો જ ભુખ ભાંગશે. બીરબલ ભલે ભુખે મરતો હોય, હું ભાગ્યના ભરોસે રહેવાના બદલે મહેનત કરીશ. રાજા ભરથરીએ પણ કહ્યું છે કે આળસ જ માણસના શરીરમાં રહેલો મોટો શત્રુ છે. ઉધમ જેવો કોઈ બંધુ નથી.

              આમ વિચારી બાદશાહ તો તરત ઉભો થયો અને જંગલમાં ખોરાક શોધવા માટે આમ તેમ ભટકવા લાગ્યો. સંજોગવશાત રસ્તામાં એણે પકવાન ભરેલી એક ટોપલી મળી આવી. તેથી બાદશાહ આનંદમાં આવીને વિચારવા લાગ્યો કે પુરુષાર્થ જ મોટી ચીજ છે. જો હું બીરબલની જેમ ભાગ્ય પર આધાર રાખીને ગુફામાં જ બેસી રહ્યો હોત તો આ પકવાન કયાંથી મળત?

 

                બાદશાહ તો મલકાતો મલકાતો, મીઠાઇની ટોપલી લઇને જયાં બીરબલ બેઠો છે ત્યાં આવ્યો. બને એ પેટ ભરીને મીઠાઇ ખાધી પછી બાદશાહ બોલ્યો-- કેમ બીરબલ, હવે તો માને છે ને કે પુરુષાર્થ મોટી ચીજ છે? આપણે ભાગ્યના ભરોસે બેસી રહ્યા હોત તો ભુખે મરી જાત, માટે મહેનત જ મહાન છે.”

 

            જવાબમાં બીરબલ હસતા હસતા બોલ્યો--“નામદાર, પુરુષાર્થ તો તમે કર્યો હતો પણ મેં શું પુરુષાર્થ કર્યો હતો? છતાં મને મીઠાઇ મળી. માટે પુરુષાર્થ કરતા પ્રારબ્ધ મોટું છે. મારા પ્રારબ્ધમાં મીઠાઇ હતી એ મને મળી ગઇ. તમારા જેવા એ પુરુષાર્થ કરીને મીઠાઈ ખવડાવી. બાદશાહ માની ગયો કે પુરુષાર્થ કરતા પ્રારબ્ધ મોટી ચીજ છે.


read (૭૯) નવો દિવાન






ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ