header

(૭૬) હાજર - જવાબ,Present - Answer

 

(૭૬) હાજર - જવાબ

 


          એકવાર બાદશાહ દરબાર ભરીને બેઠા છે. અચાનક એમને બીરબલના હાજર જવાબીપણાની કસોટી લેવાની ઈચ્છા થઈ.તેથી તેઓ બોલ્યા -

 

            બીરબલ કયો દુશ્મન કોઈથી ન જીતાય ?”

 

            બીરબલ :- મોત.

 

            બાદશાહ :- કોનું ઓસડ નહીં?

 

            બીરબલ - વહેમનું.

 

        બાદશાહ :- કયો માણસ સાલસ સમજવો? બીરબલ :- જેની આંખમાં શરમ હોય તેને બાદશાહ :- કોણ બળવાન છે ? બાદશાહ:- માણસ કેમ બળવાન નહી?,

 

            બીરબલ :- સમય બળવાન છે.

 

            બીરબલ - સાંભળો બાદશાહ “સમય સમય બળવાન હૈ,

 

            મનુષ્ય બળવાન કાબે અર્જુન લુટિયો, વોહી ધનુષ્ય વોહી બાણ, બાદશાહે વધુ ત્રીસ હજાર રૂપિયા આપ્યા પછી પણ બીરબલ ખર્ચના બહાને બે પાંચ હજાર રૂપિયા પડાવી લેતો અને દાન - પુણ્યના કામમાં વાપરી નાખતો.આમ કરતા કરતા બીરબલે બે ના બદલે છ મહીના કાઢી નાખ્યા પછી એક મણ કોરા કાગજ મંગાવ્યા. એને પુઠું ચડાવી પુસ્તક બનાવ્યું તે પુસ્તક એક રેશમી વસ્ત્રમાં બાંધી દરબારમાં પહોંચ્યો. પછી બાદશાહને કહ્યું - “નામદાર, બાદશાહી મહાભારત તૈયાર થઈ ગયું છે. પણ તમને તથા બેગમ સાહિબાને થોડીક વાતો પૂછવી છે. તમે ઈજાજત આપો....!'

 

            બાદશાહ પાસેથી ઈજાજત લઈ અકબર જનાનખાનામાં બેગમ પાસે ગયો. બીરબલને આવતો જોઈ બેગમ ઘણી ખુશ થઈ અને મહેલમાં આવવાનું કારણ પૂછ્યું.

 

             બીરબલે એકદમ ગંભીર અવાજે કહ્યું - “બાદશાહે ભલભલાને શાહી મહાભારત લખાવ્યું છે એ લગભગ તૈયાર થઈ ગયું છે. હું મારી સાથે લાવ્યો છું. એમાં થોડી વાતો રહી ગઈ છે જેની ચર્ચા તમારી સાથે કરવાની છે. તમે જાણો છો કે મહાભારતમાં પાંડવો તરફથી દ્રૌપદી હતી, અને આ મહાભારતની નાયિકા તમે જ છો.પરંતુ જેમ હિંદુઓના પ્રાચીન મહાભારતમાં નાયક પાંચ પાંડવ હતા તો તમારા પાંચ પતિઓમાં બાદશાહ સલામત સિવાય ચાર કોણ કોણ છે?

 

            બેગમ સમસમી ઉઠી.

 

            બીરબલ આગળ બોલ્યો - “બીજી વાત એ છે કે જે રીતે ભરી સભામાં દુશાસને દ્રૌપદીના ચીર હરણ કર્યા હતા અને પાંડવ આ અપમાનને સહન કરતા રહ્યા હતા એ રીતે કયા કાફરે ભરી સભામાં તમારી ઇજ્જત ખરાબ કરી હતી અને જેને બાદશાહ સલામત ચૂપચાપ સહન કરતા રહ્યા હોય.…..

 

            બીરબલની આ વાત સાંભળતાં જ બેગમનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો. એ ગુસ્સામાં લાલ ચોળ થઈ ગઈ. તરત દાસીઓને હુકમ કર્યો કે આ મહાભારતને આગ લગાવી દો.

 

        હુકમ થતાં જ દાસીઓએ મહાભારતને આગ ચાંપી દીધી. કાગળને બળતા શું વાર લાગે? ઘડીક વારમાં તો કાગળો બળીને રાખ થઈ ગયા. બીરબલ તો રડતો રડતો દરબારમાં આવ્યો અને બાદશાહને વાત કરી કે બેગમે મહાભારત બાળી નાખ્યું.

 

            આ સાંભળીને બાદશાહ ભોંઠા પડી ગયા અને પછી કદી મહાભારત બનાવવાનું નામ ન લીધું.


read (૭૫) અકબરનું નામ





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ