header

(૯૮) ચોરની દાઢીમાં તણખલું,A spark in a thief's beard

 

(૯૮) ચોરની દાઢીમાં તણખલું

 


                એક દિવસ અકબર બાદશાહના દીવાનખાનામાં પડેલી એક પેટીમાંથી એક કિંમતી દાગીનો ચોરાઈ ગઈ. બાદશાહે બીરબલને કહ્યું કે આકાશ પાતાળ એક કરવા પડે તો ભલે પણ ચોર પકડાવો જોઈએ.

 

                બીરબલે તો મહેલમાં કામ કરતા તમામ નોકરોને દીવાનખાનામાં ભેગા કર્યા. પછી જે પેટી માંથી દાગીનો ચોરાયો હતો, એ પેટી સાથે કાન દબાવીને બોલ્યો - “આલમપનાહ! મને જે મંત્ર આવડે છે એના બળથી પેટી મને રહી કહી છે કે જેણે દાગીનો ચોર્યો છે એની દાઢીમાં ઘાસનું તણખલું ચોંટેલું છે.'

 

                એ સાંભળતાં જ જેણે ચોરી કરી હતી એ નોકરે કોઈ ન જાણે તેમ પોતાની દાઢીમાં હાથ ફેરવ્યો. પણ બીરબલ આ જોઈ ગયો. એણે તરત એ નોકરનો હાથ પકડી લીધો. જરાક ધમકી આપતાં જ એણે ચોરેલો દાગીનો પાછો આપી દીધો.

 

            બાદશાહે ચોરને સખ્ત શિક્ષા કરી અને બીરબલના ખુબ વખાણ કર્યા.


read (૯૭) બીરબલની ચતુરાઈ






ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ