header

(૮૯) મીઠી મશ્કરી,Sweet teasing

 

(૮૯) મીઠી મશ્કરી

 


                એકવાર અકબર બાદશાહને બીરબલની મશ્કરી કરવાનું મન થયું. એટલે એક નોકરને બીરબલનું જોડું સંતાડી દેવાનો ઇશારો કર્યો. નોકરે જોડું સંતાડી દીધું. દરબાર બરખાસ્ત થયો ત્યારે બીરબલ પોતાના જોડા શોધવા લાગ્યો પણ એક જોડું ન મળતા આમ તેમ શોધ કરી પણ જોડું ન મળ્યું એટલે બાદશાહે હસતા હસતા નોકરને હુકમ કર્યો--“મારા તરફથી બીરબલને જોડું આપો'.

 

                હુકમ થતાં જ નોકર જોડું લઈ આવ્યો. બીરબલ બને જોડા પહેરી લેતા બોલ્યો-- “ગરીબ પરવર ! આજે જો આપે મને જોર્ડન આપ્યું હોત તો હું ઘણો હેરાન થાત. પણ તે માટે આપે મહેરબાની કરી તેથી આશીષ આપું છું કે પરમેશ્વર આ લોક અને પરલોકમાં આપને એવા હજાર જોડા આપે...”

 

            આ સાંભળી બાદશાહની ભોંઠપનો પાર ન રહ્યો.


read (૮૮) ચતુર અને મુર્ખ






ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ