(૯૯) સમય સુચકતા
એક દિવસ બીરબલ દરબારમાં ન
આવ્યો એટલે બાદશાહે બીજા દરબારીઓ સાથે મળીને એવી ગોઠવણ કરી કે આજે બીરબલની એવી
મશ્કરી કરવી કે બીરબલ જીંદગીભર યાદ રાખે. બીરબલ આવે એટલે આપણે બધા આ હોજમાં ન્હાવા
જઈશું. હાવા ઉતરતી વખતે દરેકે એક ઇડું હાથમાં છુપાવીને ડુબકી મારવાની. પાછી બહાર
આવી ઇડું મળ્યું એમ જાહેર કરવાનું.
થોડી વારે બીરબલ આવ્યો
એટલે બાદશાહે કહ્યું કે ચાલો ન્હાવા જઈએ. રસ્તામાં બાદશાહે કહ્યું -બીરબલ, આજે મને
એવું સ્વપ્ન આવ્યું છે કે જે પુરુષ ભગ્યશાલી હશે અને હાજમાંથી ઈડુ મળશે અને જે
ભગ્યો હશે એને કાઈ નહિ મળે.”
બીરબલે કાંઈ જવાબ ન દીધો.
એક પછી એક બધા દરબારી
હોજમાં પડયા. ડુબકી મારતા અને ઈડું લઈને બહાર આવતા બીરબલ સમજી ગયો કે બાદશાહે
પોતાની મશ્કરી કરવા માટે જ આખી યોજના ઘડી છે.પણ કાંઈ વાંધો નહીં. એનો વારો આવ્યો
ત્યારે એણે પણ ડુબકી મારી પછી પાણીની બહાર ગરદન કાઢી કુકડે કુડ...એમ મુર્ગા જેવો
અવાજ કરવા લાગ્યો. એટલે બાદશાહે પૂછયું - “અરે, આ શું કરી રહ્યો છે તું?”
તો બીરબલ બોલ્યો - “જ્યાં
આટલા ઈંડા આપનારી મુર્ગીઓ છે ત્યાં એક મુર્થો પણ હોવો જોઈએ. નહીંતર એ વિના ઈડા
પેદા થવાના જ કયાંથી ?”
બીરબલના આ શબ્દો સાંભળી દરબારીઓની ભઠિયનો પાર ન રહ્યો કારણકે બીરબલે એ બધાને
પોતાની વહુ બનાવી દીધી હતી.
આમ બીજાને બનાવવા જતા
પોતે જ બની ગયા.
read (૯૮) ચોરની દાઢીમાં તણખલું
0 ટિપ્પણીઓ
Please do not share links in comment